તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ વિજ્ઞાનીઓએ સુંદર સાયન્સના મોડલો રજુ કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળ વિજ્ઞાનીઓએ સુંદર સાયન્સના મોડલો રજુ કર્યાકડીસર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત આર એન પટેલ પ્રાયમરી સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ સાયન્સના 10 વિવિધ મોડલો રજુ કર્યા હતાં. જેમાં શાળાના 50 વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓમાં બયોગેસ પ્લાન્ટ,ક્લેમ સ્વીચ, સ્માર્ટ સીટી, સોલાર સીટી, ત્રિપરિમાણીય દષ્ય ખ્યાલ, વેક્યુમક્લિનગ, એર લીફ્ટ, સ્મોક એલર્મ અને ભૂકંપ એલર્મ સહિતના પ્રોજેક્ટો રજુ કરયા હતાં.

પ્રદર્શનમાં શાળાના ધોરણ 8એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જીલ પટેલ, ધાર્મિક પટેલ, ચિરાગ પટેલ અને ફેમિલ રામીએ સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ રજુ કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે અત્યારે દેશભરમાં વડાપ્રધાને સ્માર્ટ સિટી બનાવવાનું જાહેર કર્યુ છે. તેમાં દેશના વિવિધ રાજ્યોમાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે. ત્યારે શહેરને સ્માર્ટ બનાવવા સાથે સાથે રાજ્યમાં આટલો વિશાળ દરિયા કિનારો આવેલો છે. તો તે દરિયાકિનારા નજીક માનવ વસવાટ થઇ શકે છે. સ્માર્ટ સિટીમાં આખા શહેરમાં વાઇ ફાઇ લેટેસ્ટ સિસ્ટમની સુવિદ્યાઓ હશે.

અન્ય સમાચારો પણ છે...