તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિ. પંચાયતની 4 સમિતિના ચેરમેનની નિમણૂંક કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લા પંચાયતમાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક 18મીએ કરવામાં આવી હતી. તે પછી જિલ્લા પંચાયતમાં 4 સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. સવારે 11 વાગ્યાથી અડધો કલાકના અંતરે વિવિધ સમિતિની બેઠક મળી હતી. તેમાં ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી.

સત્તાધારી કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતની અપિલ સમિતિમાં ચેરમેન પદે પ્રમુખના હોદ્દાની રૂએ જિલ્લા પંચાયતના પ્રમુખ રામાજી ઠાકોર, 20 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન પદે જવસિંહ ચારેલ, ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિમાં રાજીબેન રાઠોડ તેમજ મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પદે દિનુજી સોમાજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર 4 સમિતિના ચેરમેન નિમવા માટે ખાસ બેઠક યોજવામાં આવી હતી. તેમાં સત્તાધારી પક્ષ દ્વારા સમિતિના સભ્યોને મેન્ડેટ આપવામાં આવામાં આવ્યો હતો. તેમાં કરવામાં આવેલા નામના ઉલ્લેખના આધારે સભ્યોએ ચેરમેનની નિમણૂંક કરી હતી.હવે પછી 29મી ફેબ્રુઆરીના રોજ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ અને બંધકામ સહિત 3 સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...