તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સોલંકીપુરામાં એક પરિવારના ત્રણ સદસ્ય ડેન્ગ્યુંની ઝપટમા

સોલંકીપુરામાં એક પરિવારના ત્રણ સદસ્ય ડેન્ગ્યુંની ઝપટમા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં બીજા દિવસે તાવના 457 દર્દી મળ્યાં

ગાંધીનગરજિલ્લામાં વરસાદ બાદ ડેન્ગ્યુ અને મેલેરિયાનો વાઇરલ ફેલાતાં ડેન્ગ્યુ મેલેરિયાના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. દહેગામ નજીક સોલંકીપુરા પાસેના ફાર્મ હાઉસમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યો પણ ડેન્ગ્યુમાં સપડાયા હતા. આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ છે અને સભ્યોના ઘરની આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. દહેગામ નજીક સોલંકીપુરા પાસેના એક ફાર્મ હાઉસમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યો તાવમાં સપડાયા હતા. સભ્યોમાં 36 વર્ષિય પુરૂષ 36 વર્ષિય મહિલા તેમજ 12 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. ત્રણેયને સામાન્ય તાવ આવતાં તેમણે લેબોરેટરીમાં લોહીની તપાસ કરાવી હતી. જેમાં ત્રણેયને ડેન્ગ્યુ હોવાનું જણાતાં ત્રણેયએ અમદાવાદન કૃષ્ણનગર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જયાંથી બે વ્યક્તિઓની સ્થિતિ સુધારા જનક હોવાથી રજા અપાઇ હતી. અંગેની જાણ દહેગામ આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય અધિકારીની ટીમ સાથે દર્દીઓના નિવાસ સ્થાને પહોંચી કામગીરી હાથ ધરી હતી.

દર્દીના ઘર નજીક સર્વે કરતા ટાયર અને હોજમાંથી મચ્છરના પોરા મળ્યા

અન્ય સમાચારો પણ છે...