તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિકલ ડેન્ટલ વિભાગની 112 સીટ ખાલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરસિવિલ હોસ્પિટલમાં આવેલા ઓડિટોરિયલ હોલમાં બે દિવસ મેનેજમેન્ટ ક્વોટાની ખાલી રહેલી મેડીકલની સીટ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. 600 સીટ માટેની પસંદગી પ્રક્રિયામાં મેડીકલની 394 ખાલી જગ્યાઓમાં પહેલા દિવસે હાઉસફૂલના પાટિયા વાગી ગયા હતાં. જ્યારે ડેન્ટલની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ડેન્ટલમાં વિદ્યાર્થીઓની અરૂચિ દેખાઇ હતી. ડેન્ટલમાં બીજા દિવસે 112 સીટો ખાલી રહી હતી.

ગાંધીનગર સહિતની મેડીકલ કોલેજમાં ખાલી રહેલી મેનેજમેન્ટ ક્વોટાની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. બે દિવસ ચાલેલી પ્રક્રિયામાં કુલ 600માંથી 398 બેઠકો પહેલા દિવસે ભરાઇ ગઇ હતી. જેમાં 4 બેઠકો ડેન્ટલની ભરાવા પામી હતી. ત્યારે બીજો દિવસ સાર ટેસ્ટ મેચની જેમ નિરસ રહ્યો હતો. મેડીકલમાં પ્રવેશ મેળવવા આવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા રાહ જોઇને બેસી રહ્યા હતાં. ડેન્ટલમાં વિદ્યાર્થીઓ મેરીટમાં હોવા છતા પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓની ડેન્ટલ તરફની અરૂચિ જોઇ શકાતી હતી.

ગાંધીનગર મેડીકલ કોલેજના ડીન ડૉ. અરૂણભાઇ વ્યાસે કહ્યું કે બીજા દિવસે મેનેજમેન્ટ ક્વોટાની 112 બેઠકો ખાલી રહી હતી. જેમાં અમદાવાદ ડેન્ટલ કોલેજ 18, બોપલ કોલેજ 20, નડિયાદ કોલેજ 16, વિસનગર કોલેજ 11, અમરગઢ ડેન્ટલ કોલેજ 23 અને ગાંધીનગરની ગોયેન્કા ડેન્ટલ કોલેજની 24 બેઠકો ખાલી રહી હતી. જેમાં સૌથી પહેલા ઓછી ફી વાળી કોલેજની બેઠકો હાઉસફૂલ થઇ ગઇ હતી. જ્યારે વધારે ફી વાળી કોલેજની બેઠકો ખાલી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...