તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • રખડતાં કુતરાના ખસીકરણ માટે એક કુતરા દીઠ રૂપિયા 845 ખર્ચાશે

રખડતાં કુતરાના ખસીકરણ માટે એક કુતરા દીઠ રૂપિયા 845 ખર્ચાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરમાંરખડતાં ઢોરના જેવી સમસ્યા રખડતાં કુતરાની છે. હવે તેના માટે કુતરાના ખસીકરણ કરવાની યોજના પર મહાપાલિકા કામ કરશે. કામગીરી કરવા માટે પ્રથમવાર બહાર પડાયેલા ટેન્ડરને કોઇ પ્રતિસાદ નહીં મળ્યા પછી નવેસરથી કરાયેલી પ્રક્રિયા બાદ આખરે પાલનપુરની કંપનીને 1 કુતરાનું રસીકરણ અને ખસીકરણ ઓપરેશન કરવા સહિતની પૂર્ણ કામગીરી માટે કુતરા દિઠ રૂપિયા 845ના ભાવથી કામ સોંપી દેવા નિર્ણય લેવાયો છે. સ્થાયી સમિતિ દ્વારા તેને મંજુરી આપી દેવાઇ છે અને ડમ્પિંગ સાઇટ પર ખોલવામાં આવેલા પશુ દવાખાના પર કામગીરી કરવામાં આવશે.

સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે જણાવ્યું કે પશુ પ્રત્યે કૃરતા સંબંધિ દરેક કાયદાનો અમલ ફરજિયાત કરવાની શરત સાથે કામ કરાશે. કુતરાને પકડ્યા પછી રસીકરણ અને ખસીકરણ બાદ દવાખાનાની સાઇટ પર તેને પોષક ખોરાક આપવા સાથે 3 દિવસ તેની સંભાળ લેવાની રહેશે અને ત્યાર બાદ જે સેક્ટરમાં જે વિસ્તારમાંથી પકડવામાં આવ્યું હોય તે સ્થળે તેને પરત છોડવાનું રહેશે. ઉપરાંત ખસીકરણ કરાયેલા કુતરાના કાન પર ટેગ મારવાની રહેશે. મહાપાલિકા વિસ્તારમાં 5 હજાર જેટલા રખડતાં કુતરા (સ્ટ્રીટ ડોગ) હોવાનો અંદાજ છે. ત્યારે પાલનપુરની યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટરને હાલના તબક્કે 1 વર્ષ માટે કુતરાના રસીકરણ અને ખસીકરણનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેનું કામગીરી માટે સૌથી ઓછા ભાવનું ટેન્ડર મહાપાલિકાને મળ્યું હતું.

ઢોરવાડા માટે 48 લાખનો ખર્ચ મંજુર કરાયો

શહેરમાંચો તરફ રખડતાં અને રોજે રોજ અકસ્માતનું કારણ બનવા સાથે ટ્રાફિકને અડચણ બનતા રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડમ્પિંગ સાટ પર 100 ઢોરની ક્ષમતાનો ઢોરવાડો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેના માટે રૂપિયા 48 લાખના ખર્ચને સ્થાયી સમિતિએ મંજુરી આપી છે.

રસીકરણ અને ખસીકરણ કરાયેલા કુતરાના કાન પર ટેગ મારી દેવાશે

અન્ય સમાચારો પણ છે...