તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલ ટાવર પરથી યુવકની શોલેવાળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસેક્ટર 19માં એક 28 વર્ષિય યુવક મોબાઇલ ટાવરની ટોચે ચડી જતા લોકોના ટોળા ઉમટ્યા હતા.અનેક લોકોની સમજાવટ બાદ પણ યુવક નીચે ઉતર્યો હતો.ત્યારે મોબાઇલ ઉપર વાત કરતા કહ્યું કે ‘સેક્ટર 28માં આવેલી ઉમિયા ટ્રાવેલ્સના માલિક પાસે મારે હિસાબ કરવાનો છે. તે અહિ આવીને મારા રૂપિયા આપી જાય તો નીચે ઉતરૂ.’

સેક્ટર 19ના રહીશોને મંગળવારે શોલે ફિલ્મની યાદ અપાવી દીધી હતી. સેક્ટર 19માં રહેતો 28 વર્ષિય વિજય વાલજીભાઇ ખરાડી હાલમાં તો બેકાર છે. ત્યારે મંગવારે બપોરે 1:30 વાગ્યાની આસપાસ મોબાઇલ ટાવર ઉપર ચડી ગયો હતો. નીચે ઉતારવા માટે સેક્ટર 21 પોલીસ સ્ટેશનના પીઆઇ મીની જોસેફ તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ બપોરનો ખડે પગે રહ્યો હતો. પરંતુ જો કોઇ ઉતારવા માટે નજીક જતા હતાં ત્યારે નીચે કૂદી પડવાની ધમકી આપતો હતો. ત્યારે રાત્રે 9:30 સુધી લખાય છે ત્યા સુધી નીચે ઉતર્યો હતો. શહેરના કોગ્રેસ અગ્રણી નીશિત વ્યાસે મોબાઇલ ઉપર વાત કરતા વાતચીતમાં જણાવ્યું હતું કે મારે સેક્ટર 28ની ઉમિયા ટ્રાવેલ્સના માલિક પાસે રૂપિયા લેવાના બાકી છે. તે અહિંયા આવીને રૂપિયા આપી જાય પછી ટાવરની નીચે ઉતરીશ. સ્થાનિકો ચર્ચા કરતા હતા કે તેને પોતાની પત્ની પસંદ નથી તેના કારણે તેના સસરાને બોલાવો અને તેમનીછ દિકરીને લઇ જાય તો નીચે ઉતરૂ તેવા વારંવાર સ્ટેટમેન્ટ બદલતો હતો.

સે.19માં તમાસો જોવા ટોળા ઉમડ્યા

સે.19માં મોબાઇલના ટાવર પર ચઢેલા યુવકને સમજાવવા માટે પી.આઇ મીની જોસેફ સહિતનાએ યુવક નીચે ઉતરશે તો તેની જે કંઇ પણ રજુઆત છે તેનું નિરાકરણ લવાશે અને ન્યાય અપાશે જેવી બાબતે લાંબી સમજાવટના અંતે યુવક રાત્રે સવા દસ વાગ્યે ટાવર પરથી નીચે ઉતર્યો હતો.

મોડી રાત્રે અંતે યુવક નીચે ઉતર્યો

ડ્રામાબાજી|મોબાઇલ ટાવર પરથી કહ્યું ‘ટ્રાવેલ્સના માલિક પાસે મારે હિસાબ કરવાનો છે અહીં આવીને મારા રૂપિયા આપી જાય તો નીચે ઉતરૂ’

અન્ય સમાચારો પણ છે...