તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ચોટીલા માટે ગાંધીનગર જિલ્લાના 30 ગામમાંથી 1700 કિલો ઘીનું દાન

ચોટીલા માટે ગાંધીનગર જિલ્લાના 30 ગામમાંથી 1700 કિલો ઘીનું દાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાનાડુંગરે બિરાજનાર મા ચામુંડાના ધામે નવરાત્રી દરમિયાન સૌપ્રથમવાર ગાંધીનગરના ગામડાઓમાંથી ‘ઘી’ની રથયાત્રાનુ આયોજન કરાયું હતું. ત્યારે 30 ગામડામાંથી અંદાજિત 1700 કિલો ઘીનંુ દાન મળ્યું છે. નવરાત્રીના નવ દિવસ 24 કલાકમાં 40 કિલો ઘીની જ્યોત પ્રજ્વલિત કરાશે. કોલવડાના અલખ દરબાર ફાઉન્ડેશન દ્વારા પાંચ દિવસીય ઘી પૂરવાની રથયાત્રાનો આરંભ કરાયો હતો. જેમાં અંતિમ દિવસે આરસોડિયામા ભંડારાનંુ આયોજન કર્યુ હતું.

ગાંધીનગર જિલ્લામાં પહેલીવાર ઘીની રથયાત્રાનો આરંભ કરાયો છે. ચોટીલાના ડુંગરે બિરાજનાર માતા ચામુંડાના મંદિરે નવરાત્રીના દિવસોમાં ઘીની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે ગાંધીનગરના 30 ગામોમાં ઘીની રથયાત્રા ફેરવવામાં આવી હતી. ગામડામાંથી શ્રદ્ધાળુઓ દ્વારા ફૂઇ નહીં તો ફૂલની પાંખડી સમાન ઘીનુ દાન કર્યુ હતું. પાંચ દિવસિય યાત્રામાં 1700 કીલો ઘી ધારણા કરતા પણ વધારે દાનમાં મળ્યું હતું.

ફાઉન્ડેશનના અલ્પેશભાઇ પ્રજાપતિએ કહ્યું કે પાંચ દિવસા પહેલા દિવસે 400 કીલો, બીજા દિવસે 510 કીલો, ત્રીજા દિવસે 360 કીલો, ચોથા દિવસે 280 કીલો અને પાંચમાં દિવસે 240 કીલો ઘી થઇને 1640 કીલો ઘીનુ દાન મળ્યું હતું. લોકોની આસ્થાને લઇને ધારણા કરતા પાંચ દિવસની યાત્રામાં ઘી દાન મળ્યું છે. ભાવિક ભક્તો દ્વારા હોશભેર યાત્રાનુ સ્વાગત કરવામાં આવતુ હતું અને દાન કરવામાં આવતુ હતું. છેલ્લા દિવસે આરસોડિયામાં 2500 માઇભક્તો માટે ભંડારાનુ આયોજન કરાયું હતું.

કોલવડાથી પ્રસ્થાન થયા બાદ પાંચ દિવસની ઘી પુરવાની રથયાત્રાનો મંગળવારે અંતિમ દિવસ હતો. અંદાજીત 30 ગામડાઓમાંથી 1700 કીલો ઘી દાતમાં મળ્યુ હતું. ઘી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે અર્પણ કરાશે. કલ્પેશ ભટ્ટ

રથયાત્રાનું આરસોડિયામાં સમાપન, જિલ્લાના ગામેગામથી એકત્ર ઘીને ચોટીલા ચામુંડા માતાજીનાં મંદિરે અર્પણ કરવામાં આવશે

પહેલાં નોરતે અંધશાળાના બાળકો જ્યોત પ્રગટાવશે

ગાંધીનગરના કોલવડા અલખ ફાઉન્ડેશન દ્વારા ઘી પુરવાની યાત્રાનુ આયોજન કરાયું હતું. જેમાં 1700 કીલો ઘીનુ દાન મળ્યું છે. ત્યારે ઘી ચોટીલાવાળી ચામુંડા માતાજી મંદિરને દાન કરાશે. જ્યારે નવ દિવસ સુધી ચાલે તેવી એક જ્યોત પ્રગટાવામાં આવશે. ત્યારે જયોત શહેરના સેક્ટર 16માં આવેલી અંધશાળાના વિદ્યાર્થીઓના હસ્તે પ્રગટાવવામાં આવશે તેમ ફાઉન્ડેશનના અલ્પેશ પ્રજાપતિએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...