તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંધકામ સાઇટ પર પરવાનગી નકશાનાં બોર્ડ લગાડવાનો આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરમહાપાલિકા વિસ્તારમાં બાંધકામની સાઇટ પર પરવાનગી અને નક્શા મંજુરી સંબંધિ સતાવાર માહિતી દર્શાવતા બોર્ડ્સ લગાડવાનું ફરજિયાત કરવામાં આવશે. એકવાર બાંધકામના નકશા મંજુર થયા પછી બિલ્ડર, ડેવલપર દ્વારા મંજુરી વગરનું ગેરકાયદે અને વધારાનું બાંધકામ ઠોકી બેસાડવામાં આવે છે. પરિણામે ફ્લેટ, મકાનની સ્કીમમાં ગ્રાહકને દેખાડાય કંઇક અને કાગળ પર હોય કંઇક તેવો તાલ સર્જાતો હોય છે. જેમાં છેલ્લે ભોગવવાનું મિલકત ખરીદ કરનાર ગ્રાહકના ભાગમાં આવતું હોય છે. મુદ્દે મળેલી ફરિયાદોના પગલે મેયર પ્રવિણભાઇ પટેલે સઘન ચર્ચા મ્યુનિસિપલ કમિશનર સાથે કરવામાં આવી છે.

મેયરના જણાવવા પ્રમાણે હવે બાંધકામ પરવાનગી આપવાની કામગીરી અને નકશા મંજુર કરવા સંબંધિ પ્રક્રિયા મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મહાપાલિકા વિસ્તારમાં રહેણાંકનો આશરો ખરીદનારા નાગરિકો છેતરાય નહીં અને મહાપાલિકાને સતાવાર મળવાપાત્ર આવકમાંથી ચોરી થાય નહીં તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી મહાપાલિકાની બને છે. તેના માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા કાયદામાં કરાયેલી જોગવાઇ પ્રમાણે તો લેવામાં આવતા હોય છે. પરંતુ આમ છતાં ખોટું કરનારા લોકો કાયદાના છિંડા શોધી કાઢીને ખોટું કરે છે. ત્યારે મિલકત ખરીદ કરનારા ગ્રાહકો તેનો ભોગ બને છે ઉપરાંત મહાપાલિકાની આવક ઘટે છે.

તંત્ર દ્વારા જે પ્રકારે બાંધકામ પરવાનગી આપવામાં આવી હોય અને બાંધકામના જે નકશા મંજુર કરવામાં આવ્યા હોય તે સાઇટ પર સંપૂર્ણ વિગત સાથે અને મોટા અક્ષરે મુકવામાં આવે તો મિલકત ખરીદવા ાવનાર વ્યક્તિને બોર્ડ જોવાથી તમામ સતાવાર માહિતી મળી જશે. ઉપરાંત બિલ્ડર કે ડેવલપર પણ તે વાતે બંધાયેલા રહેશે. જેના પરિણામે તેઓ ખોટું કરવાથી અચકાશે પણ ખરા. ઉપરાંત મહાપાલિકાને પણ આવકનું થતું નુકશાન અટકશે.

બોર્ડ લગાવાયા બાદ મહાપાલિકા તપાસ કરશે

મેયરેજણાવ્યું કે નવા બાંધકામ શરૂ થવાના હોય તે સાઇટ, બાંધાકામ ચાલુ હોય તેવી સાઇટ અને બાંધકામ પૂર્ણ થયું હોય તેવી સાઇટ પર બોર્ડ લગાડવાનું કમિશનરના જાહેરનામાથી ફરજિયાત કરાશે. ઉપરાંત તેનો અમલ કરવા સંબંધે સાટ પર જઇને સમયાંતરે તપાસ કરાશે.

બાંધકામના નકશા મંજુર થયા પછી ગેરકાયદે બાંધકામ ઠોકી બેસાડાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો