તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • પાટનગરમાં બીબીએ કોલેજના પ્રથમ વર્ષના સ્ટૂડન્ટ્સ માટે ‘પ્રારંભ’ કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટનગરમાં બીબીએ કોલેજના પ્રથમ વર્ષના સ્ટૂડન્ટ્સ માટે ‘પ્રારંભ’ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્તમાનસમયમાં રાષ્ટ્ર ભાવનાની દરેક નાગરિકોમાં જાગૃત કરવાની સમયની માંગ છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવના અંગે જાગૃત કરવા અનિવાર્ય છે. ત્યારે કડી સર્વ વિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ‘પ્રારંભ’ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. બીબીએ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અનોખી રીતે આવકારવા માટે સાંસ્કૃતિક અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા ‘મેરા દેશ મહાન’ થીમ પર રંગારંગ દેશ ભક્તિમય ડાન્સ અને સંગીતની ઇવેન્ટ યોજાઇ હતી. કોલેજના સ્ટુડન્ટ્સે શ્રોતાઓને દેશભક્તિના રંગમાં રંગ્યા હતાં. કોલેજના દ્વિતિય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં પ્રવેશ મેળવનાર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ડાન્સ, સીંગીંગ, એક્ટિંગ અને એન્કરીંગ સહિતની રજુઆત કરી હતી. કાર્યક્રમમાં કોલેજના 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 700 વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ રમાકાંત પૃષ્ટી અને ડૉ. નીરવ જોષી સહિતના પ્રોફેસર અને વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે મીસ્ટર પ્રારંભ અને મીસ પ્રારંભ સ્પર્ધા

નવા વિદ્યાર્થી માટે મીસ્ટર પ્રારંભ અને મીસ પ્રારંભ’ નું આયોજન કરાયુ હતું. જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી દર્શન ઠક્કરને મી. પ્રારંભ અને પ્રથમ વર્ષની વિદ્યાર્થીની ડોલી શર્માને મીસ પ્રારંભનો ખીતાબ આપવામાં આવ્યો હતો. બંન્ને વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી એનાયત કરાઇ હતી.

યુવાનોએપોતાની ઓળખ એવી બનાવે કે અન્યને પ્રેરણા મળે : કલાકાર

ગુજરાતીફિલ્મના કલાકાર અર્ચન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને કહ્યુ કે યુવાનોએ પોતાની ઓળખ એવી બનાવવી જોઇએ કે અન્ય યુવાનોને પ્રેરણા મળી શકે. સંઘર્ષમય જીવનથી આગળ વધાય છે. કંઇક કરતા પહેલા સંઘર્ષ માટે તૈયાર રહેવુ જોઇએ. તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ પોતાના વિદ્યાર્થીકાળના અનુભવોને વાગોળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો