તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સેક્ટર 20 ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ‘તપોવન પરિવાર સંમેલન’ યોજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્ટર-20 ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ‘તપોવન પરિવાર સંમેલન’ યોજાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેકટર20 સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં સગર્ભા બહેનો માટે ‘તપોવન સંશોધન કેન્દ્ર’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત તાલીમ પામેલી સગર્ભા બહેનો માટે રવિવારે‘ તપોવન પરિવાર સંમેલન’નું આયોજન કરાયુ હતું. સંમેલનમાં બાળકોના વાલીઓને‘0-3 વર્ષના બાળકના ઉછેરમાં પરિવારની ભૂમિકા’ વિષય પર સમજ અપાઇ હતી. બાળકોના વાલીઓએ તપોવન સંશોધન કેન્દ્રમા તાલીમના અનુભવો કહ્યા હતાં.

ચિલ્ડ્રન યુનિવર્સિટીના ડાયરેક્ટર દિવ્યાંશુભાઇ દવેએ ‘0-3 વર્ષના બાળકના ઉછેરમાં પરિવારની ભૂમિકા’ વિષય પર જણાવ્યુ કે બાળક અંત:પ્રેરણાથી શીખે છે. બાળક જેટલુ પરિવારના સાનિધ્યમાં રહેશે એટલા ભાવનાત્મક મૂળિયા મજબૂત બનશે. તેમણે બાળકનું નામ, બાળકની માલિશ, ખોરાક, ઘોડિયાનું મહત્વ તથા મુંડન સંસ્કાર જેવા મહત્વના વિષયો અંગે બાળકોના વાલીઓને સમજ આપી હતી. કાર્યક્રમમાં તપોવન સંશોધન કેન્દ્રનો લાભ લેનાર વાલી ખ્યાતિબહેન સુજીતકુમાર પારેખ જણાવે છે કે ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન સંસ્કાર કેન્દ્રથી બાળકો પર હકારાત્મક અસર થાય છે.

ઉપરાંત યુનિવર્સિટીના સંશોધન મદદનીશ તોરલ પંચાલે ‘ઘરમાં સંસ્કારક્ષમ વાતાવરણનું નિર્માણ’ વિષય પર વિવિધ ઉદાહરણો દ્વારા માહિતી આપી હતી. જ્યારે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે એસ લિખિયાએ માતા-પિતાના વિચારોનું મહત્વ અને તેની અસરકારકતાની તથા તંદુરસ્ત બાળક માટે ગર્ભાવસ્થાના નવ માસ અને જન્મ પછીના પાંચ વર્ષ ખૂબ મહત્વના હોય છે તેની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો