તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • બ્રહ્મ સમાજની લાગણી દુભાવતા નિવેદન મુદ્દે DGP કચેરીએ આવેદન આપી વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્મ સમાજની લાગણી દુભાવતા નિવેદન મુદ્દે DGP કચેરીએ આવેદન આપી વિરોધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાનાં સમઢીયાળા ગામે દલીત યુવાનો પર હુમલાની ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લાનાં આમ આદમી પાર્ટીનાં પ્રમુખ સંગીતા ચાંડપા દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રીયામાં બ્રહ્મ સમાજની લાગણી દુભાવતુ નિવેદન આપવામાં આવ્યુ હતુ. જેના સામે સમગ્ર રાજયમાં બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ નોંધાવવીને ચાંડપા સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સોમવારે રાજય પોલીસ વડાની કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

ગીર સોમનાથ ઉના તાલુકાનાં સમઢીયાળા ગામે મૃતગાયોની ચામડી ઉતારી રહેલા દલીત યુવાનો પર કહેવાતા ગૌ રક્ષકોએ હુમલો કરતા સમગ્ર ઘટનાનાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે. સ્થાનિક દલીત સમાજ દ્વારા બાબતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. દરમિયાન ગત ગુરવારે સમઢીયાળા ખાતે દલીત સમાજનાં વિરોધ કાર્યક્રમ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાનાં આમ આદમી પાર્ટીનાં પ્રમુખ સંગીતાબેન ચાંડપા દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ હતુ. જેમાં ગૌ બચાવવાનાં નામ પર હિંસા ઉતરી આવતા લોકોને પોતાનાં ઘરે ગાય બાંધવાની સલાહ આપીને સમગ્ર ઘટના પાછળ બ્રાહ્મણો કારણભુત હોવાની પ્રતિક્રીયા આપી હતી. તેમનાં વિવાદીત નિવેદનની વિડીયો ક્લીપ સોશીયલ મિડીયા પર ફરતી થતા સમગ્ર રાજયનો બ્રહ્મ સમાજ રોષે ભરાયો છે.

ગાંધીનગર બ્રહ્મ સમાજે તેમનાં નિવેદન સામે વિરોધ પ્રદર્શિત કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની માંગણી કરી હતી. બ્રહ્મ સમાજનાં આગેવાન અશ્વિનભાઇ ત્રિવેદીએ ચાંડપાનાં નિવેદને બ્રહ્મ સમાજની બદનક્ષી ગણાવીને તેની સામે બદનક્ષીનો ગુનો દાખલ કરવા સેકટર 7 પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જયારે સોમવારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનાં પ્રમુખ શૈલેષભાઇ જોષી, મંત્રી અશ્વિનભાઇ ત્રિવેદી, ગાંધીનગર જિલ્લા બ્રહ્મ સમાજ મંત્રી સંદીપભાઇ જોષી તથા પ્રમુખ જીગરભાઇ ત્રિવેદી સહિતનાં આગેવાનોએ રાજય પોલીસવડાની કચેરીઓ ચાંડપા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પત્ર સુપ્રત કર્યુ હતુ. જેમાં પોલીસ કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપવાની ચિમકી આપવામાં આવી છે.

‘આપ’ હોદેદાર સંગીતા ચાંડપાનાં બ્રહ્મ સમાજ વિરોધી નિવેદન સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સોમવારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ડીજીપી કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ. તસ્વીર-કલ્પેશભટ્ટ

ગીર સોમનાથનાં આપનાં પ્રમુખ સંગીતા ચાંડપા સામે કાર્યવાહી કરવા માંગ ઉઠાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો