તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવોલ|સોસાયટીમાં ગટરના પાણી ફરી વળ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંચોમાસાની ઋુતુ ચાલી રહી છે. ત્યારે અનેક વિસ્તારો ગંદકીમાં ગરકાવ થઇ ગયા છે. પાટનગરમાં પણ સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણીથી નહીં પરંતુ ગટરો ઉભરાવાથી રહીશોને હાલાકી વેઠવી રહી છે. વાવોલમાં આવેલી દ્વારાકેશ સોસાયટીમાં રોડ રસ્તાઓ આરસીસીના હોવા છતા ગંદકીના થર જામી ગયા છે. ચાલવુ ક્યાંથી તે સમસ્યા ઉભી થતા રહીશો હાલાકી વેઠી રહ્યા છે.

શહેરની પાસે આવેલા વાવોલમાં આવેલી દ્વારકેશ સોસાયટીમાં ગુડાની ડ્રેનેજ લાઇન ઉભરાઇ રહી છે. છેલ્લા એક સપ્તાહથી નર્કગાર જેવી સ્થિતિ થઇ ગઇ છે. રહીશોને જવા માટે ઉભરાતી ગટરના ગંદા પાણીમાં થઇને પસાર થવુ પડે છે. સોસાયટીમાં રહેતા નાગરિકો સામે આરોગ્યનો ખતરો મંડરાયો છે. વરસાદની સિઝન ચાલી રહી છે. લોકો બિમારીમા સપડાઇ રહ્યા છે. જો બાબતે તંત્ર કોઇ કામગીરી નહીં હાથ ધરે તો સોસાયટીમાં ઘેર ઘેર બિમારીના ખાટલા જોવા મળશે.

સોસાયટીના અગ્રણી સંજયભાઇ પંડ્યાએ કહ્યું કે ઉભરાતી ગટરો અને નાગરિકોના આરોગ્ય સામે મંડરાયેલા ખતરાને લઇને અનેકવાર રજૂઆતો કરી છે. છતા કોઇ કામગીરી કરવા તો શું નજર નાખવા સુદ્ધા પણ આવતુ નથી. સોસાયટીના લોકો ગંભીર બિમારીમાં પડશે તો તેના માટે તંત્ર જવાબદાર ગણાશે. ઉભરાતી ગટરને જડપથી બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો