તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • પાટનગરના વોર્ડ 8ના આંતરિક વિસ્તારમાં નમેલા વૃક્ષોથી નાગરિકો પર તોળાતો ખતરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટનગરના વોર્ડ 8ના આંતરિક વિસ્તારમાં નમેલા વૃક્ષોથી નાગરિકો પર તોળાતો ખતરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વૃક્ષનગરીગાંધીનગરમાં ચોમાસાની સિઝનમાં ચારે તરફ ગ્રીનરી છવાઇ છે. વૃક્ષોની ડાળખીઓ વરસાદી મોસમમાં વધી જાય છે. ત્યારે વોર્ડ 8ના સેકટરોના આંતરીક માર્ગો પર ભયજનક વૃક્ષોની સંખ્યા વધી ગઇ છે. પરીણામે વૃક્ષ કે વૃક્ષોની મોટી ડાળખીઓ રાહદારી કે વાહનચાલને નુકશાન પહોંચાડી શકે છે. વોર્ડ નં8ના કોર્પોરેટર જણાવે છે કે ડાળખીઓ દૂર કરવા વનવિભાગને લેખીતમાં રજુઆત કરી છે. છતાં તંત્ર ઝાડ પડે અને નાગરીક ઘાયલ થાય તેની રાહ જોઇ રહ્યું છે.

વાર્ડ 8ના કોર્પોરેટર પાયલબેન મેણાતે જણાવ્યુ છે કે વરસાદી મોસમમાં વૃક્ષો નમી જતાં હોય છે. વોર્ડ 8ના સેકટર 1, 2, 3ન્યૂ અને સેકટર 4ના માર્ગોની આસપાસના વૃક્ષો અને આંતરીક માર્ગો પરના કેટલાક વૃક્ષો નમી ગયા છે અને ભયજનક સ્થિતિમાં મોટા ડાળા માર્ગો પર આવી ગયાં છે. અંગે વન વિભાગને લેખીતમાં રજુઆત કરી છે. પરંતુ વન વિભાગ આંખ આડા કાન કરીને રજુઆતને ધ્યાને લેતા નથી. અરજી આપ્યાને સપ્તાહ જેટલો સમય વિતી ગયો છે. તેમ છતાં વોર્ડ 8ના સેકટરોમાં સ્થિતિ જોવા પણ કર્માચારીઓ ફરક્યા નથી. જો પરિસ્થિતિ આવી રહેશે તો આગામી સમયમાં રાહદારી કે વાહનચાલક પર વૃક્ષ કે ભયજનક ડાળખીઓ પડી શકે છે. તંત્રએ સમસ્યાને ધ્યાને લઇને વહેલી તકે કાર્યવાહી કરીને ભયજનક વૃક્ષોની ડાળખીઓ કાપીને દૂર કરવી જોઇએ.

ગાંધીનગરના આંતરીક માર્ગો પર ભયજનક હાલતમાં વૃક્ષો વધી ગયા છે. નમેલા વૃક્ષો વાવાઝોડા કે વરસાદમાં માર્ગો પર પડી જવાની સાથે વાહનચાલકો તથા રાહદારીઓને નુકશાન પહોંચાડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો