તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગ્રાહક સુરક્ષાને લગતી ફરિયાદોને પોલીસ ગણકારતી નથી : ગ્રાહક સુરક્ષા સેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહક સુરક્ષાને લગતી ફરિયાદોને પોલીસ ગણકારતી નથી : ગ્રાહક સુરક્ષા સેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગતિશીલગુજરાતનાં વિકાસની સાથે સાથે વ્યાપાર વાણીજ્ય ક્ષેત્રમાં પણ અસર થઇ છે. પરંતુ સાથે સાથે ગ્રાહકો સાથે છેતરપીડીનાં કેસો પણ વધી રહ્યા છે. પોલીસ દ્વારા ગ્રાહક સાથેનાં છેતરપીડીનાં મોટા ભાગનાં કેસોમાં નાગરીકોને ગ્રાહક સુરક્ષા સેલમાં મોકલી દેવામાં આવે છે. જેમાં ઘણા કેસોમાં કાયદેસરની કાર્યવાહીની જરૂરીયાત પડતા પોલીસ કેસની જરૂર પડે છે. પરંતુ પોલીસ દ્વારા પ્રકારનાં કેસોમાં કોઇ ધ્યાન આપવામાં આવતુ હોવાની રાવ જિલ્લા કોગ્રેસ સમિતી ગ્રાહક સુરક્ષા સેલ ગાંધીનગર દ્વારા ડીજીપી સમક્ષ કરવામાં આવી છે.

જિલ્લા કોંગ્રેસ સમિતિ ગ્રાહક સુરક્ષા સેલ ગાંધીનગર દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસની કામગીરી સામે ઉચ્ચકક્ષાએ લેખીતમાં ફરીયાદ કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા સેલનાં પ્રમુખ કમલેશ જોષીએ જણાવ્યુ હતુ કે ઓનલાઇન તથા સ્થાનિક બજારોમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવતી ખરીદીમાં છેતરપીડીની ઘટનાઓમાં પોલીસ ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા સેલમાં મોકલે છે. જેમાં ઘણી ફરીયાદો ગંભીર હોવાથી ગ્રાહક સુરક્ષા સેલ દ્વારા તેની નકલો પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવે છે. પરંતુ પ્રકારની ફરીયાદ પર પોલીસ દ્વારા કોઇ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. પોલીસ સ્ટેશનમાં ફક્ત રેકર્ડ પુરતી રાખી મુકવામાં આવે છે. પોલીસ દ્વારા જો ફરીયાદોનાં આધારે કામગીરી કરવામાં આવે તો તે પણ માત્ર ગેરરીતી આચરવા પુરતી જ. ગાંધીનગર સહિત તમામ જિલ્લાઓમાં ગ્રાહકોની ફરીયાદો પર પોલીસ રીતે કામ કરી રહી હોવાનું સેલની તપાસમાં સામે આવ્યુ છે. અંગે મુખ્યમંત્રી કાર્યાલય તથા ડીજીપી કચેરી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

હાલમાં ઓનલાઇન શોપીંગથી પણ ગ્રાહકોની ફરિયાદ વધી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો