તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ધરણાં કરનાર TAT 1 પાસ ઉમેદવારો સામે પોલીસ કેસ ઠોકી બેસાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરણાં કરનાર TAT 1 પાસ ઉમેદવારો સામે પોલીસ કેસ ઠોકી બેસાડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંશિક્ષિત બેરોજગારોની સામે રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી રહી છે. પાટનગરમાં ટેટ 1 પાસ ઉમેદવારોની પરીક્ષા લીધાને એક વર્ષ થવા આવ્યું છે, છતા કોઇ ભરતી નહીં કરાતા સત્યાગ્રહ છાવણીમાં ધરણા પર બેસનાર પાંચ ઉમેદવારો સામે પોલીસ કેસ ઠોકી બેસાડ્યો હતો. આગામી ઓગસ્ટ મહિનામાં પરીક્ષાને એક વર્ષ થાય છે. ત્યારે બ્લેક ડે મનાવી ધરણા કરાશે.

સરકાર દ્વારા વિવિધ પરીક્ષાઓ લેવામાં આવે છે. પરંતુ પરીક્ષા લીધા પછી સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવતી નથી. ત્યારે ઉમેદવારોમાં રોષ જોવા મળે છે. સોમવારે રાજ્યમાં ખાલી પડેલી 12000 જેટલી ધોરણ 1થી 6 પ્રાથમિક વિભાગની જગ્યાઓ ઝડપથી ભરવા ઉમેદવારો ધરણા કર્યા હતાં. અનેકવાર મંજુરી માગવા છતા નહીં આપતા ધરણા ઉપર બેઠા હતાં.

સેક્ટર 7 પોલીસ મથકમા પાંચ ઉમેદવાર પ્રમુખ રજનીકાન્ત સોલંકી, વિક્રમ ચૌહાણ, સંજય જોશી, રજનીકાન્ત સોલંકી અન્ય એક ઉમેદવાર સામે 188 હેઠળ ગુનોં નોંધ્યો નોધ્યો હતો. પ્રમુખ રજનીકાન્ત સોલંકીએ કહ્યું કે ગાંધીનગરમાં ધરણા માટે મંજુરી માગવામાં આવી હતી. પરંતુ સરકારની પોલ ઉઘાડી થતી હોવાથી મંજુરી આપી હતી. અવાર નવાર માંગ કરવા છતાં મંજુરી આપી હતી. ત્યારે સોમવારે અમારી માંગ માટે ધરણા કર્યા હતાં. પોલીસે અમારી સામે કેસ કર્યો છે.

રાજ્યમાં 12000 હજાર જગ્યાઓ ખાલી છે ત્યારે શિક્ષણ ક્યાંથી ઉંચુ આવશે. આગામી ઓગસ્ટ મહિનામાં ટેટ પરીક્ષા લીધાને એક વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે અમે તે દિવસને બ્લેક ડે તરીકે મનાવી કાળા કપડા પહેરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો