• Gujarati News
  • દહેગામ |ગાંધીનગરજિલ્લાના દહેગામ ખાતે દહેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ

દહેગામ |ગાંધીનગરજિલ્લાના દહેગામ ખાતે દહેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ |ગાંધીનગરજિલ્લાના દહેગામ ખાતે દહેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં શહેર તાલુકા અને તેની આસપાસના વિસ્તારોના કોમર્સના વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી શકે તે માટે નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર સરલાબેન ચતુરભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવનાર હોવાનું પત્રકાર પરિષદમાં એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકેશભાઇ પટેલે જણાવ્યુ હતુ.દહેગામ વિસ્તારના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં કોમર્સનો અભ્યાસ કરવા અન્યત્ર જવુ પડે તે માટે ગુજરાત યુનિવર્સિટી માન્ય સરલાબેન ચતુરભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમર્સ કોલેજ શરૂ કરવાની કાર્યવાહી પૂર્ણતાના આરે છે.નવા શૈક્ષણિક સત્ર જુન 2015થી અંગ્રેજી માધ્યમની કોલેજ શરૂ થશે.