BSFના આસી. કમાન્ડન્ટને 10 વર્ષની કેદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેજમાં ગાડી અને પ્લોટ માગ્યા: પત્નીના નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખ્યા

ભાસ્કરન્યૂઝ. ગાંધીનગર

ગાંધીનગરશહેરના સીમાડે લેકાવાડા ગામ પાસે બીએસએફ કેમ્પસમાં તાલીમમાં રહેલા આસીસ્ટન્ટ કમાન્ડન્ટ દ્વારા દહેજના મુદ્દે અપાતા અમાનુષી ત્રાસના પગલે તેની દિલ્હી પોલીસમાં સબ ઇન્સપેક્ટર એવી પત્નીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધાના બનાવમાં કેસ ચાલી જવાના પગલે ડિસ્ટ્રીક્ટ કોર્ટે શકવર્તી ચૂકાદો આપતાં આરોપી પતિને કસૂરવાન ઠરાવીને તેને 10 વર્ષની સખત કેદ તથા 35 હજાર દંડ ફટકાર્યો હતો.

સરકારી વકિલ સુનિલ પંડ્યાએ આપેલી કેસની માહિતી પ્રમાણે દિલ્હી પોલીસમાં સરિતા વિહાર પોલીસ સ્ટેશનામાં સબ િન્સપેક્ટર તરીકે ફરજ બજાવતી મૂળ રાજસ્થાનના જુન્જુનુ શહેરની વતની એવી પ્રિતિબેન મહેન્દ્રસિંહ ઢાકાના લગ્ન તા. 30 નવેમ્બર 2012ના રોજ રાજસ્થાનના બાડમેરમાં બીએસએફમાં આસી કમાન્ડન્ટ એવા સુનિલ પ્રતાપસિંહ મુડ સાથે જ્ઞાતિ રિવાજ પ્રમાણે કરાયા હતા અને તા. 12 જાન્યુઆરી 2013ના રોજ બપોરે 12.30 વાગ્યાના અરસામાં પ્રિતિબેને ગાંધીનગર બીએસએફ કેમ્પસમાં આવેલા ઓફિસર્સ મેસ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. ચિલોડા પોલીસે મામલે કરેલી તપાસ દરમિયાન સ્થળ પરથી પ્રિતિબેને લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી.

બનાવના પગલે પ્રિતિબેનની માતા સુશીલાબેને તે દિવસે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેની પુત્રીએ પતિ સુનિલ, સાસુ વીમલાદેવી અને નણંદ અનિતા મોહરસિંહ ભવરિયાએ દહેજમાં ગાડી અને જમીનનો પ્લોટ તથા રોકડ રકમ આપવા માટે ગુજારેલા અમાનુષી ત્રાસના કારણે અને મારી નાખવાની આપેલી ધમકીઓના કારણે ઉપરાંત આપઘાત કરવા માટે કરેલી દુષ્પ્રેરણાના પગલે આત્મહત્યા કરી લીધાનું તેમાં જણાવ્યુ હતું. ફરિયાદમાં એમપણ જણાવ્યુ હતું કે, આરોપીએ પ્રિતિબેનનાં બેંક ખાતામાં રહેલા પૈસા પણ ધાક ધમકીઓ આપીને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં.

કોર્ટમાં કેસ ચાલવા દરમિયા સરકારી વકીલે દલીલમાં જણાવ્યુ હતું કે લગ્ન થયાના ગણતરીના દિવસોમાં અને પોલીસ અધિકારી હોવા છતાં પ્રિતિબેને સાવ નાની ઉંમરમાં આત્મહત્યા કરવી પડે તે બાબત સમાજમાં દહેજનું દુષણ કેટલી હદે વ્યાપેલું છે. તે વાત દર્શાવે છે. સમાજને કોરી ખાઇ રહેલા દુષણને ડામવા માટે અદાલત આવા ગુનાના આરોપીઓને દાખલારૂપ અને સખત સજા ફટકારે તે અનિવાર્ય છે.

રાજ્યના પાટનગરગાંધીનગરના એસ.ટી ડેપોને આધૂનિક બનાવવા લાખો રૂપિાયનો ખર્ચો કરાયો હતો. તે પછી રંગ-રોગાન પાછળ પણ જંગી ખર્ચો કરાયો હતો. પરંતુ ભર ઉનાળામાં ગરમીથી શેકાતા મુસાફરો માટે ડેપોમાં એક પણ પંખો નાંખવામાં આવ્યો નથી. તેના કારણે 43 ડિગ્રી ગરમીમાં મુસાફરો શેકાઇ રહ્યાં છે. અપ-ડાઉન કરનારા મુસાફરો દ્વારા અંગે ગત ઉનાળામાં ડેપો મેનેજર સમક્ષ પંખાની વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજે એક વર્ષ પુરૂ થવા છતાં ડેપોમાં પંખા નંખાયા નથી. ઉલ્લેખનિય છે કે તાલુકા કક્ષાના નાના ડેપો હોવા છતાં ત્યાં પંખાની સગવડ હોય છે. જ્યારે ડેપો તો રાજ્યના પાટનગરનો હોવા છતાં એક પણ પંખો જોવા મળતો નથી. પીવાના પાણીની પણ મોટી સમસ્યા વર્તાય છે. તેના કારણે મુસાફરો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. /કલ્પેશ ભટ્ટ.

આરોપીને કઇ કલમ હેઠળ કેટલી સજા

જજઆરઘોઘારીએ બન્ને પક્ષની દલીલો બાદ આરોપીને કસુરવાન ઠરાવ્યો હતો અને આઇપીસીની કલમ 498-ક હેઠળ 3 વર્ષની સજા, ~ 5હજાર દંડ અને દંડ ભરેતો વધુ બે મહિનાની સજા, કલમ 306 હેઠળ 10 વર્ષની સખત કેદ, ~ 10હજાર દંડ અને દંડ ભરે તો વધુ બે માસની સજા, કલમ 304-બી હેઠળ 10 વર્ષની કેદ, ~ 10હજાર દંડ અને દંડ ભરે તો વધુ બે માસની સજા તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ 4 હેઠળ 2 વર્ષની કેદ, ~ 10હજાર દંડ અને દંડ ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...