• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ખેડબ્રહ્મા નગર પાલિકામાં ભાજપના પ્રમુખ,ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા

ખેડબ્રહ્મા નગર પાલિકામાં ભાજપના પ્રમુખ,ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ખેડબ્રહ્મા પાલિકામાં ભાજપ-કોંગ્રેસને 14-14 બેઠક મળ્યા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે યોજાઈ હતી. જેમાં ભાજપના 14 અને કોંગ્રેસના 9 સભ્યો હજાર રહ્યા હતા. જેથી ભાજપ પ્રમુખપદે ઝલકબેન પટેલ અને ઉપપ્રમુખ પદે અરવિંદભાઇની બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસના 3 ધુરંધરો પૂર્વ પ્રમુખ, પૂર્વ કારોબારી ચેરમેન, શહેર પ્રમુખ અને બે મહિલા સદસ્યો ઘેર હજાર રહ્યા હતા.

પ્રમુખપદે ઝલકબેન પટેલ અને ઉપપ્રમુખપદ અરવિંદભાઇની નિમણૂંક
અઢી વર્ષ પહેલાં ભાજપના 3 સદસ્યો ઘેર હજાર રહી કોંગ્રેસના ખોળામાં પ્રમુખ અને ઉપપ્રમુખની સીટો પધરાવી દીધી હતી. ભાજપ તરફથી પ્રમુખ-ઉપપ્રમુખનો મેન્ડેટ જિલ્લા મહામંત્રી તખતસિંહ હડિયોલે નાયબ કલેક્ટરને આપ્યા હતા. પ્રમુખ તરીકે ભાજપના મહિલા પ્રમુખ ઝલકબેન મિલનકુમાર પટેલની દરખાસ્ત ધર્મેન્દ્ર મહેતાએ બ્રિજેશ બરોટના ટેકાથી મૂકી હતી.

જ્યારે ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ રામજીભાઈ ઠક્કરની દરખાસ્ત દશરથભાઈ પ્રજાપતિએ નિકુંજ રાવલના ટેકાથી મૂકી હતી. પ્રમુખ-ઉપપ્રમુખ માટે કોંગ્રેસનો ઉમેદવાર ન હોવાથી અરવિંદભાઈ બિનહરીફ ઉપપ્રમુખ ચૂંટાયા હતા.

કોંગ્રેસના શહેર પ્રમુખ જીજ્ઞેશભાઈ જોશી, પૂર્વ પ્રમુખ સાગરભાઈ પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન, પ્રવિણસિંહ સોલંકી, બનાબા દેવડા, આશાબેન ભાંભી એમ કોંગ્રેસના 5 સદસ્યો ઘેર હજાર રહ્યા હતા. તેથી લોકોમા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.