બાયડ ત્રણ રસ્તા પાસેથી62 હજારનો દારૂ બિયર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ પોલીસે બાયડ ત્રણ રસ્તા નજીકથી પેટ્રોલિંગ દરમ્યાન ઇનોવા કારનો ફિલ્મી ઢબે પીછોકરી રૂા.62,400ની કિંમતનો ઇંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે ચાલક ગાડી મુકી નાસી છૂટતા પોલીસે તેની શોધખોળના શરૂ કરી છે.

દહેગામ પોલીસ સ્ટેશનના ટીમ બાયડ રોડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતી. તે દરમ્યાન જીજે 01 ઝેડ 9550 નંબરની ઇનોવા ગાડી રખિયાલ તરફથી આવી રહી હતી. પોલીસે ઇનોવાને ઉભી રાખવા ઇશારો કરતા ચાલકે ગાડી ઉભી નહી રાખી પુર ઝડપે ભગાવી હતી. પોલીસે તેનો પીછોકરતા થોડે દૂર ચાલકે ઇનોવા ગાડીને સાઇડમાં ઉતારી ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીનો કબજો લઇ તેમાં જોતાં જુદી જુદી બાન્ડનો રૂા.48,000ની કિંમતની 408 નંગ દારૂની બોટલ તેમજ રૂા.14,400ની કિંમતની 144 નંગ બિયરના ટીન મળી કુલ રૂા.62,400નો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 4 લાખની ઇનોવા સહિત રૂા.4,62,400નો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલ ચાલક વિરૂધ્ધ પ્રોહિબીશન એકટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...