જિ.માં 3.55 લાખ વાહન HSRP નંબર પ્લેટ વિહોણાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળકો ગુમ થવાના અતિ સંવેદનશીલ મુદ્દે વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જિલ્લાના છેલ્લા બે વર્ષ દરમિયાન ગુમ થયેલા બાળકોની સંખ્યા 223 નોંધાઇ છે.

આ પૈકીના 47 બાળકોનો કોઇ અતો પતો નહીં લાગ્યાનું રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું છે. વર્ષ 2016માં 118 બાળકો અને વર્ષ 2017માં 105 બાળકો ગુમ થયા હતાં. પરત નહીં આવેલા બાળકોની શોધ કરવાના સંબંધમાં કરાયેલી કાર્યવાહી અંગે જણાવ્યું છે કે તેમને શોધવા માટે અવારનવાર ડ્રાઇવ ચલાવવામાં આવે છેજિલ્લાના અધિકારીઓની ટીમ બનાવીને બાળ સુરક્ષા એકમ અને જિલ્લાના એનજીઓ સાથે મળીને પ્રયાસો કરાય છે. ગુમ બાળકોના નામ અને ફોટા સહિતની માહિતી પોર્ટલ પર મુકવામાં આવે છે અને જાહેરાત અપાય છે.

રેતીની ગ્રાન્ટ તરીકે 6.35 કરોડની ચૂકવણી
ગાંધીનગર જિલ્લાને રેતીની ગ્રાન્ટ ઇન એઇડ તરીકે છેલ્લા બે વર્ષ દરમિયાન રૂપિયા 6.35 કરોડ જેવી રકમ જિલ્લા પંચાયતને ચૂકવવામાં આવી હોવાનું રાજ્યના ખાણ અને ખનિજ મંત્રી દ્વારા એલીસબ્રિજના ધારાસભ્ય રાકેશભાઇ શાહના પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું છે.

રેતીના બ્લોકની હરાજીમાં 30 લાખની આવક
ગાંધઈનગર જિલ્લામાં સાદી રેતીના 16 બ્લોકની હરાજી છેલ્લા બે વર્ષમાં કરવામાં આવી હતી અને તેમાં સરકારને રૂપિયા 30.67 લાખની આવક થઇ હોવાનું રાજ્યના ખાણ ખનીજ મંત્રીએ ગાંધીનગર દક્ષિણ મત વિસ્તારના ધારાસભ્ય શંભુજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

કરાઇ એકેડમી પર અધિકારી, કર્મચારીઓને તાલીમ
ગાંધીનગરમાં કરાઇ એકેડમી પર આઇપીએસ અધિકારીથી લઇને પોલીસ કોન્સટેબલ સુધીની કક્ષામાં વિવિધ તાલીમનું આયોજન વર્ષ 2017માં કરવામાં આવ્યાનું રાજ્યના ગૃહમંત્રીએ નિકોલના ધારાસભ્ય જગદિશ પંચાલના પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...