તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેરિયા પર હુમલા પ્રકરણમાં પોલીસનું તપાસનું નાટક પુરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 દિવસ પુર્વે સેકટર 22માં ખાખી વર્ધીમાં આવેલા શખ્સ દ્વારા લારીમાં ફ્રુટ વેચતા યુવાનને વગર કારણે ગડદાપાટુ તથા ધોકાથી માર મારવામાં આવ્યો હતો. યુવાને સેકટર 21 પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા જતા માત્ર અરજી લઇને તપાસનું નાટક કર્યુ હતુ અને હુમલાખોરને બચાવવા નાટક પુર્ણ કરી દેવાયુ છે. પોલીસ સમાધાન થયાનું જણાવી રહી છે. પરંતુ પિડીત કહે છે કોઇ સમાધાન કરવા આવ્યુ નથી.

સેકટર 22માં 17-22ની ચોકડી પર લારીમાં ફ્રુટ વેચીને પરીવારનું પેટીયુ રળતા દિપક પર 3 દિવસ પહેલા હુમલાની ઘટના બની હતી. જેમાં ખાનગી વાનમાંથી ખાખી વર્ધીમાં ઉતરેલા શખ્સે કેળાનો ભાવ પુછતા યુવાને રૂ.40નાં ડઝન કહેતા ગુસ્સે ભરાયેલા આ શખ્સે ગાળા ગાળી કરીને લાફા મારીને યુવાનને લાકડીથી ફટકાર્યો હતો. દિપક સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જતા માત્ર અરજી લઇને તપાસ કરીશુનું કહીને વળાવી દીધો હતો. જયારે સામે આવેલી એક દુકાનની બહાર લગાવેલા સીસીટીવી ફુટેજ હોવા છતા પોલીસ દ્વારા આ બનાવમાં ખાખીને બચાવવા માટે તેમને પકડવાની કાર્યવાહી જ કરવામાં આવી નથી. સેકટર 21 પોલીસ સ્ટેશનનાં પી આઇ વિનોદ યાદવ સાથે આરોપીની ધરપકડ અંગે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે આ બનાવમાં સમાધાન થઇ ગયુ છે. પરંતુ પિડીત યુવાનનું કહેવુ છે કે કોઇ સમાધાન કર્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...