હવે તમામ શાળા, કોલેજો સોમવારે ખૂલશે : રજા જાહેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત વરસાદને લીધે શૈક્ષણિક કાર્ય બંધ

ગાંધીનગરજિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લા કલેક્ટર દ્વારા 28 જુલાઇના રોજ શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ કર્યો છે. ત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હવે સોમવારે શાળાઓ ખુલશે.

શહેરને છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે જિલ્લાની શાળાઓમાં વહીવટી તંત્ર દ્વારા અગાઉ એક દિવસની રજા જાહેર કરાઇ હતી. ગુરૂવારે વરસાદના કારણે શાળાઓ બંધ રહી હતી. જિલ્લા કલેક્ટર સતિશ પટેલે 28 જુલાઇ શુક્રવારે રજા શાળા કોલેજોમાં રજા રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શુક્રવાર અને શનિવારની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...