SSCમાં 6 હજાર ઓછા વિદ્યાર્થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી15 માર્ચથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓ લેવામા આવશે. ત્યારે પરીક્ષામાં ગાંધીનગર જિલ્લામાં માર્ચ 2016ની પરીક્ષા કરતા ચાલુ વર્ષે 6 હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. જેમાં ગત વર્ષે 29,816 જ્યારે ચાલુ વર્ષે 23,484 વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપશે. ઉલ્લેખનિય છેકે સીબીએસઇ કોર્ષ તરફ વિદ્યાર્થીઓનો જોક હોવાથી વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે.

ગુજરાતી માધ્યમની પરીક્ષાઓ તરફ વિદ્યાર્થીઓનો મોહ ઓછો થતો જોવા મળી રહ્યો છે. તેવા આંકડા જોવા મળી રહ્યા છે. માર્ચ 2017ની બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષા 15મીથી શરૂ થઇ રહી છે. ત્યારે શિક્ષણપ બોર્ડ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં કુલ 23848 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં 490 વિદ્યાર્થી ખાનગી અને રીપીટરનો સમાવેશ થાય છે. જ્યારે 22994 નવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આંકડો માર્ચ 16ની પરીક્ષા કરતા ખુબ ઓછો છે. માર્ચ 2016ની પરીક્ષામાં કુલ 29816 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા નોંધાયા હતા. જેમાં 27,758 નિયમિત, 10513 રીપીટર, 250 ખાનગી અને 146 અન્ય રીપીટર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ત્યારે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 5932 વિદ્યાર્થીઓની ઘટ સામે આવી છે. જીવનમાં લોકો પશ્ર્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...