• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • થર્મલ પાવર સ્ટેશનમાં ST વર્ગની 32 ખાલી જગ્યા ભરવા ઉગ્ર માંગ ઉઠી

થર્મલ પાવર સ્ટેશનમાં ST વર્ગની 32 ખાલી જગ્યા ભરવા ઉગ્ર માંગ ઉઠી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરથર્મલ પાવર સ્ટેશનમાં સરકારના નિયમો અનુસાર જુદા-જુદા ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરનાર અને તેમાં પાસ થયેલા યુવાનો ભરતી કરવામાં આવતી નથી. તેમજ એસટી વર્ગની ખાલી પડેલી જગ્યાઓ ભરાતી નથી. જેમાં વર્ષ 2001થી હેલ્પર તરીકે નિમણૂંક આજ દિન સુધી કરાઇ નથી. વીજમથકમાં જગ્યા ભરીને અમારી બેરોજગારી દૂર કરવી જોઇએ. તેમ રવિભાઇ મોરીએ જણાવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, એસટી વર્ગની 42 જગ્યાઓ હતી. જેમાંથી 10 જગ્યાઓ ભરવામાં આવી છે. પરંતુ 32 જગ્યાઓ હજુ ખાલી પડી છે. તેમાં પણ 20 જગ્યાઓ માટે પ્રમાણપત્ર ચકાસણી થઇ ચુકી છે. જે માહિતી આરટીઆઇ દ્વારા મળી છે. પરંતુ હજુ સુધી 20 જગ્યાઓ ભરવામાં નથી આવી. સરકારને સતત રજુઆતો કરવા છતાં ભરતી કરાતી નથી. બેરોજગાર એસટી અને એસસી એપ્રેન્ટીસોની વાતને ધ્યાને રાખી અરજી અંગે વિચારીને પ્રમાણપત્ર ચકાસાઇ ગયેલાની આગળની કાર્યવાહી હાથ ધરવી જોઇએ.

2001થી પૂર્ણ કરેલ એપ્રેન્ટીસોની કાયમી ભરતી કરવા અરજી કરાઇ : સત્વરે કાર્યવાહીની માંગ

અન્ય સમાચારો પણ છે...