સેકટર 5 પ્રેરણા સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેકટર 5 પ્રેરણા સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી કરાઇ

ગાંધીનગર| સેકટર5 સ્થિત પ્રેરણા વિદ્યાલયમાં રાષ્ટ્રભાષા હિન્દી દિવસની ઉજવણી કરાઇ હતી. ણી રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર અને પ્રસાર માટે હિન્દી દિવસે શાળાના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં રાષ્ટ્રીય ભાષા હિંદીના પ્રચારક સમિતિના વિક્રમસિંહ રાજપૂત અને ભરતભાઇ જોષી દ્વારા વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું. તેમણે કહ્યુ કે હિન્દી ભાષા સંસ્કૃત ભાષાની દિકરી છે. હિન્દી ભાષા આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખતી ભાષા છે. તેના દ્વારા ભારતમાં વિવિધતામાં પણ એકતાના દર્શન થાય છે. પ્રસંગે શાળાના ટ્રસ્ટી પ્રદિપસિંહ બિહોલા અને આચાર્ય મનિષભાઇ ખત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...