તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીના આગમનને લઇને સિવિલમાં અલાયદો વોર્ડ તૈયાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનની મુલાકાતને લઇ દિવસ રાત સફાઇ શરૂ કરાઇ

મોદીના જન્મ દિવસે દેખાવની સફાઇ કર્મીઓની ચીમકી

વડાપ્રધાનનરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે માતા હીરાબાના આશીર્વાદ લેવા 17મીના રોજ ગાંધીનગર આવી રહ્યા છે ત્યારે આપત્તીજનક સ્થિતમાં સજાગ રહેવા માટે ગાંધીનગર સિવિલમાં તેમના માટે અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે. અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ બિપિન નાયકે જણાવ્યુ હતુ કે સિવિલના પ્રથમ માળે ખાસ ડોક્ટરોની ટીમ સાથે વેન્ટીલેટર, મોનીટર, ઇમરજન્સી દવાઓ અને ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઇસીજી મશીન, ટેલિફોનની સગવડ ઉભી કરવામાં આવી છે. પીએમના આગમનના ચાર કલાક પહેલા ટીમ હોસ્પિટલમા સ્ટેન્ડ ટુ થઇ જશે. સિવિલની ટીમ પીએમ વિસ્તાર છોડી દે ત્યાં સુધી કાર્યરત રહેશે.

17મીએ માતા હીરાબાના આશિર્વાદ લેવા મોદી ગાંધીનગર આવશે

અન્ય સમાચારો પણ છે...