તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • રખડતાં ઢોરને ડબ્બે પૂરવા સાથે માલિકની સામે કાર્યવાહી કરાશે

રખડતાં ઢોરને ડબ્બે પૂરવા સાથે માલિકની સામે કાર્યવાહી કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરને રખડતાં ઢોરથી મુક્ત કરાવવા હવે મહાપાલિકા મેદાને ઉતરવાની છે. સંબંધે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઇ કરતું જાહેરનામુ બહાર પાડવામાં આવેલું છે હવે મહાપાલિકા તંત્ર કામગીરી કરવા માટે તૈયાર થઇ ગયું છે. પોલીસ અને હોમગાર્ડસને સાથે રાખીને સૌ પ્રથમ મુખ્ય માર્ગોને ઢોર મુક્ત કરવાનું ઓપરેશન હાથ ધરાશે અને કામગીરી ગણતરીના દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ મુદ્દે સંબંધિત શાખા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં ઢોરને રખડતાં મુકનારા પશુ પાલકો સામે કડક હાથે કામ લેવા કહેવામાં આવ્યુ હતું.મહાપાલિકાની ઢોર પક્કડ શાખાના અધિકૃત સુત્રોના જણાવવા પ્રમાણે નગરના 14 મુખ્ય માર્ગ એટલે કે કથી રોડ અને માર્ગ નંબર 1થી7 પર સૌ પ્રથમ ઢોર પકડો ઝુંબેશ ચલાવવામાં આવશે. ઢોરને છુટા મુકી દેનારા પશુપાલકોને ભારે દંડ ઉપરાંત કાયદેસરની કાર્યવાહી કરવાની કાયદામાં જોગવાઇ કરવામાં આવી હોવાથી પ્રથમ ઝુંબેશ કારગત રહેવાની આશા રાખવામાં આવી રહી છે. રખડતાં ઢોર પકડવાના કિસ્સામાં પશુપાલકો દ્વારા ઢોર પક્કડ પાર્ટી પર ઘાતક હુમલા કરવાના બનાવ ગાંધીનગરમાં બન્યા છે. ઉપરાંત ડબ્બે પુરવામાં આવેલા ઢોર પણ બળજબરીથી છોડાવી જવાના બનાવ પણ બન્યા હોવાના કારણે મહાપાલિકાની ઢોર પક્કડ પાર્ટી માટે કામગીરી કરવાનું મુશ્કેલ બની ગયું હતું. પરંતુ હવે જાહેરનામાની જોગવાઇઓનો અમલ કરવામાં આવશે.

વડાપ્રધાનની મૂલાકાત સૌથી મોટું કારણ

ગાંધીનગરમાંએક પણ મુખ્ય માર્ગ એવો નથી જ્યા રખડતાં ઢોરના ટોળા જોવા મળે અને વડાપ્રધાન પૈકીના માર્ગો પરથી પસાર થવાના હોવાથી તેમની મૂલાકાતના બે દિવસ પહેલાં ઢોરને ડબ્બે પુરી દેવાનું અભિયાન ચલાવાશે.

પોલીસને સાથે રાખીને મહાપાલિકા તંત્ર નગરભરમાં ફરી વળશે

મુખ્ય માર્ગોને ઢોર મુક્ત કરવા એકશન પ્લાન તૈયાર કરાશે

અન્ય સમાચારો પણ છે...