ઇન્દ્રોડામાં મહિલાને નજીવી વાતમાં માર મારતાં ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે કેટલાકે દસ દિવસ સુધી સ્થાપન કરી પૂજા અર્ચના કરતા હોય છે. જ્યારે કેટલાક એક, ત્રણ કે પછી માનતા પ્રમાણે સ્થાપન કરીને વિસર્જન કરે છે. ગાંધીનગર પાસેના ઇન્દ્રોડા ગામમા રવિવારે ગણેશ વિસર્જન કરવા ગયેલા મહિલા અને યુવાનોમાં સામાન્ય બોલાચાલી થતા મંગળવારે ગામના શખ્સે મહિલાને માર માર્યો હતો. બનાવની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસમાં થતા વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રમીલાબેન ઉમેશજી ઠાકોર (રહે. ઇન્દ્રોડા, ગાંધીનગર) અને કમલેશ ચતુર ઠાકોર (રહે. ઇન્દ્રોડા) સાથે ગામના યુવાનો રવિવારે ગણેશ વિસર્જન કરવા સાબરમતિ નદીમાં ગયા હતાં. રમીલાબેન અને કમલેશ વચ્ચે કોઇ કારણસર સામાન્ય બોલાચાલી થઇ હતી અને તે સમયે પણ ઉગ્ર વાતાવરણ થઇ ગયું હતું. પરંતુ મામલો થાળે પડી ગયો હતો. પરંતુ બાબતે ફરીથી બોલાચાલી થતા મંગળવારે કમલેશ રમીલાબેનના ઘરમાં ઘુસી ગયો હતો અને ધોકાવડે માર મારવા લાગ્યો હતો. જ્યારે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રમિલાબેને આરોપી કમલેશ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ એમ. આર. પટેલે તપાસ હાથ ધરી હતી.આ અંગે પોલીસે બન્ને સઘન પૂછપરછ કરીને તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

રવિવારે ગણેશ વિસર્જન કરવા ગયા ત્યારે સામાન્ય બોલાચાલી થઇ હતી

અન્ય સમાચારો પણ છે...