બફારા વચ્ચે શહેરમાં ગરમી ફરી 43ને પાર, લોકો શેકાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંછેલ્લા કેટલાય સમયથી પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની રહી છે. જેના કારણે ઊંચકાયેલા ગરમીના પારા વચ્ચે ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં એક દિવસની આંશિક રાહત બાદ ફરી તાપમાનમાં વધારો નોંધાયો હતો. લોકોએ કાળઝાળ ગરમીની સાથે-સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે આકરા બફારાનો અનુભવ કર્યો હતો. જ્યારે રાજ્યમાં સુરેન્દ્રનગર 43.9 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. વધુમાં આગામી દિવસોમાં પણ અમદાવાદ સહિત રાજ્યમાં હિટવેવની અસર હેઠળ ગરમીનો પારો 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી જેટલું વધીને 43.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી વધીને 28.4 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદ 43.2

સુરેન્દ્રનગર 43.9

રાજકોટ 43.5

ગાંધીનગર 42.8

ડીસા 42.8

અમરેલી 42.5

વડોદરા 41.4

કંડલા 40.6

કયા કેટલું તાપમાન

અન્ય સમાચારો પણ છે...