તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોલાર એનર્જીના સાધનો માટે આપણે ચીન પર નિર્ભર છીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘સોલારએનર્જી પ્રોડ્યુસ કરતા સાધનોની બાબતમાં આપણે આજે પણ ચીન પર નિર્ભર છીએ. આપણે સાધનોનું ઉત્પાદન ભારતમાં કરવા અંગે વિચારણા કરવાની જરૂર છે.’ શબ્દો છે આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર કે. કેવલાના.

વાત તેમણે આઈઆઈટી ગાંધીનગરના છ, કેઆઈઆઈટી ભુવનેશ્વરના એક અને શ્રીલંકાના એક વિદ્યાર્થીએ લખેલા પુસ્તક ‘સોલાર પાવર ઈન ઈન્ડિયા : પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ 2022’ના વિમોચન પ્રસંગે કહી. વિદ્યાર્થીઓએ પુસ્તક ભારતમાં સોલાર ઉત્પાદનની શક્યતાઓ અને ફ્યુચર ટાર્ગેટ વિશે સ્પષ્ટતા કરવા સમર વેકેશનમાં લખ્યુ છે. જેનું વિમોચન ગઈકાલે આઈઆઈટીના ડિરેક્ટર પ્રો.સુધીર જૈનના હસ્તે થયુ. પુસ્તકમાં વિદ્યાર્થીઓએ ભારતમાં સોલાર પાવરની સ્થિતિ અંગે ભૂતકાળથી માંડીને ભવિષ્ય સુધીના મુદ્દાઓ આવરી લીધા છે.

પ્રો. કેવલાએ વધુમાં કહ્યું કે, ‘સ્ટુડન્ટ્સે સોલાર એનર્જી સંદર્ભે ખુબ સારુ કામ કર્યુ છે. ભારતે 2022માં 100 ગીગાવૉટ સોલાર પાવરનું ઉત્પાદન કરવાનો ટારગેટ સેટ કર્યો છે ત્યારે બુક ભારતને તે અચિવ કરવામાં મદદરૂપ સાબિત થશે. સોલાર એનર્જી ઉત્પાદનની વાત કરીએ તો દેશમાં સોલાર એનર્જી ઉત્પાદનની સૌથી વધુ ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. જે ગુજરાતના ઉદ્યોગોને જરૂરી વીજળી મેળવવામાં મદદ કરશે.’

વિદ્યાર્થીઓએ સોલાર પાવરની સ્થિતિ પર પુસ્તક લખ્યુ

અન્ય સમાચારો પણ છે...