તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • તરુણી પ્રોજેક્ટ: 6 હજાર કિશોરીને 1 વર્ષ નિ:શુલ્ક સેનેટરીપેડ મળશે

તરુણી પ્રોજેક્ટ: 6 હજાર કિશોરીને 1 વર્ષ નિ:શુલ્ક સેનેટરીપેડ મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની કુલ 600 શાળામાં જાગૃતિ શિબિર યોજાઇ

ગ્રામ્યવિસ્તારની શાળામાં જતી 23% કિશોરીઓ માસિક ધર્મમાં આવવાના કારણે ભણવાનું છોડી દે છે. જ્યારે 88% કિશોરીઓ માસિક દરમ્યાન બિન આરોગ્યપ્રદ એવી રાખ, કંતાન, રેતી, ઝાડના પાંદડા, પેપર અને જૂના કપડાંનો ઉપયોગ કરે છે. જેથી તેમનું સ્વાસ્થ્ય જોખમાય છે. કિશોરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્યની ચિંતાજનક પરિસ્થિતિના ભાગરૂપે સેવાકુંજ દ્વારા પ્રોજેક્ટ ‘તરુણી’ અમલમાં મૂકીને ગાંધીનગર જીલ્લાની કુલ 600 શાળામાં જાગૃતિ શિબિરનું આયોજન કરાયુ છે. તેની સાથે 6000થી વધુ કિશોરીઓને વિનામૂલ્યે 1 વર્ષ સુધી સેનેટરીપેડ અપાશે.

સેવાકુંજના વિભુતી ચોક્સીએ જણાવ્યું કે, તરુણી’ વાત પાંચ દિવસની, પ્રોજેક્ટ ગાંધીનગર જિલ્લાની 6000 દીકરીઓ માટેનો માસિક ધર્મનો જાગૃતિ કાર્યક્રમ છે. શરૂઆત ગયાં અઠવાડિયા દહેગામ તાલુકાના લવાડ ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે કરાઇ છે.

તરૂણી પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગરની 600 શાળાની વિદ્યાર્થિનીઓએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...