સાલુજીનાં મુવાડાનાં ખેતરમાં જુગાર રમતા 6ની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાનાં દિવસોમાં જુગારની હાટડીઓ ધમધમતી થઇ જાય છે. ત્યારે ડભોડા પોલીસે સાલુજીનાં મુવાડા વિસ્તારમાં ખેતરમાં દરોડો પાડીને 6 જુગારીઓને ઝડપી લીધા હતા.

ડભોડા ગામનાં સાલુજીનાં મુવાડાની સીમમાં આવેલા રણજીતજી પરમારનાં ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળતા એપીસી સંજયકુમાર, પીસી અશોકકુમાર, શૈલેષકુમાર તથા અશ્વીનકુમારની ટીમે આ ખેતરને કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. જુગારીઓમાં ભોગદોડ મચી ગઇ હતી. જેમાં પોલીસે બચુજી જેઠાજી પરમાર (રહે સાલુજીનાં મુવાડા), બળવંતસિંહ ડાયસિંહ પરમાર (રહે સાલુજીનાં મુવાડા), સંજય ગાંડાજી પરમાર (રહે લાખાભાનો વાસ), ભગવાનજી પરબતજી પરમાર , મુકેશકુમાર અગરસિંહ પરમાર તથા રામાજી અવજીજી પરમાર (ત્રણેય રહે સાલુજીના મુવાડા) ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી તથા દાવ પરથી કુલ મળી રૂ.2400ની રોકડ જપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...