ડભોડાનાં યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે મૃત્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ડભોડા પાસેનાં દાદુનગર ખેતર વિસ્તારનાં વિનુજી સોલંકી શુક્રવારે સાંજે બાઇક પર કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે દાદુનગર-ડભોડા માર્ગ પર અજાણ્યા વાહનચાલકે તેમના બાઇકને ટક્કર મારી નાસી ગયું હતું, જેમાં વિનુજી ગંભીર રીતે ઘવાતા ડભોડા સરકારી દવાખાને લવાયા બાદ ગાંધીનગર સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં માથાનાં ઇજાનાં પગલે તેમનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતુ. વિનુજીના મોટાભાઇ લક્ષ્મણજીએ અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...