• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સંત સરોવરનાં દરવાજા ગમે ત્યારે ખોલાશે: નદી કિનારે ન જવા સૂચના

સંત સરોવરનાં દરવાજા ગમે ત્યારે ખોલાશે: નદી કિનારે ન જવા સૂચના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદીનાં કારણે જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે પરંતુ ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ વરસાદની રાહ જોઇ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગમે ત્યારે સારો વરસાદ પડી શકે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સાબરમતી નદીનાં પટ્ટમાં ખેતી તથા પશુપાલન અર્થે વસતા નાગરીકોને બહાર નિકળી જવા સુજલામ સુફલામ વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો હજુ સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે તેથી જો સારો વરસાદ થાય તો પાણી છોડવાની પણ તંત્રને ફરજ પડે તેમ છે.

ઉતર ગુજરાતમાં સારો વરસાદ પડે તો પાણીનુ સ્તર વધવાની સંભાવના
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી રાજસ્થાનથી નિકળીને ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતથી નિકળીને ખંભાતનાં અખાતમાં ભળે છે. ઉતર ગુજરાત તથા ગાંધીનગ સહિતનાં મધ્ય ગુજરાતમાં હજુ વાવણી લાયક કે નદીમાં પુર નિકળે તેટલો વરસાદ પડ્યો નથી. આગાહી પ્રમાણે ગમે ત્યારે વરસાદ આવી શકે તેમ છે.

રાજસ્થાનમાં વરસાદ આવે તો પણ સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ થઇ જાય. ત્યારે સુજલામ સુફલામ વિભાગનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સંત સરોવરનાં દરવાજા બંધ કરીને પાણીનો સંગ્રહ કરાનાર છે.

વરસાદ થાય તો ગમે ત્યારે પાણી આવી શકે અને વધારાનાં પાણીનાં નિકાલ માટે ઉપરવાસનાં ડેમનાં તથા સંત સરોવરનાં દરવાજા પણ ગમે ત્યારે ખોલવા પડે. ત્યારે સાબરમતીનાં પટમાં આવ-જા સલામત નથી. નાગરીકોને ઉપરવાસમાં જતા રહેવા ચેતવણી અપાઈ છે. ખેતી કે પશુપાલન અર્થે નદીનાં પટ્ટમાં રહેતા લોકોને પણ ઉંચાળવાળા વિસ્તારમાં ચાલ્યા જવુ. પશુઓને પણ પટમાં છોડવા નહી. અન્યથા જાન,માલ કે ઘરવખરીને નુકશાન થશે તો નાગરીકોની પોતાની જવાબદારી રહેશે.

ગત ચોમાસામાં વોકળા-તળાવો છલકાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે ગત વર્ષે ચોમાસામાં સારા પ્રમાણમાં વરસાદનાં કારણે સાબરમતી સહિતની જિલ્લાની નદીઓ, વોકળાઓ તથા તળાવો છલકાઇ ગયા હતા. જેમાં ઘણી જગ્યાએ પશુઓનાં તથા નાગરીકોનાં તણાઇ કે ડુબી જવાથી મોત પણ થયા હતા. ખેતરોમાં પણ નુકશાન થયુ હતુ. ત્યારે જિલ્લામાં તમામ નીચાળવાળા વિસ્તારમાં રહેતા નાગરીકોએ સાવધાની રાખવી આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...