દારૂ ઢીંચીને શૂરા થતા પતિને મહિલાએ પોલીસને સોંપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરનાં સેકટર 20 દારૂડીયા પતિ દ્વારા પત્નિ પર જોહુકમી થતી હોવાનો મેસેજ પેટ્રોલીંગમાં નિકળેલી પીસીઆર વાનને મળતા પોલીસ દોડી ગઇ હતી. પોલીસ ચિનુ શાંતિલાલ મહેતા નામનાં આ શખ્સને તથા તેમનાં પત્નિને પોલીસ સ્ટેશન લાવી હતી. પોલીસે તપાસ કરતા ચિનુ દારૂનાં નશામાં ટલ્લી હતો. પોલીસે તેમની સામે પ્રોહીબીશનનો ગુનો નોધ્યો હતો. ત્યારે તેમનાં પત્નિ દ્વારા પણ કંટાળીને કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...