• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • દહેગામના બબલપુરા પાસે એસ.ટી.ની ટક્કરે બાઇક સવાર બે સગાભાઇનાં મોત

દહેગામના બબલપુરા પાસે એસ.ટી.ની ટક્કરે બાઇક સવાર બે સગાભાઇનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બબલપુરા ગામના પાટીયા પાસેથી પસાર થઇ રહેલ એસટી બસે હાઇવે પરથી પસાર થઇ રહેલા બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર બે યુવાનો ઘટના સ્થળે મોત નિપજયા હતા.જયારે એક યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.અકસ્માત બાદ બસ ચાલક બસ લઇને નાસી છૂટતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. મૃતક બંને સગાભાઇ હતો.

બબલપુરા નજીકથી લાલાભાઇ પ્રભાતભાઇ નાયક તથા ભલાભાઇ પ્રતાપભાઇ નાયક (હાલ રહે.પાશીના મુવાડા તા.તલોદ મૂળ રહે.અણિયોલ શાતેરા ) તેમજ વિજયસિંહ જગતસિંહ રાઠોડ (રહે.પાસીના મુવાડા તા.તલોદ જિ.સાબરકાંઠા) ત્રણેય જીજે 9 સીઆર 4945 નંબરની બાઇક પર સવાર થઇ બબલપુરા પાસેથી જઇ રહ્યા હતા. તે સમયે તે માર્ગ પરથી પુર ઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક સવાર ત્રણેય ઉછળ્યા હતા અને લોહી લૂહાણ થયા હતા. તે માર્ગ પરથી પસાર થનારા કેટલાક લોકોના જણાવ્યા અનુસાર એસટી ો ચાલક બસ લઇ નાસી છૂટયો હતો.

ભલાભાઇ નાયક તેમજ લાલાભાઇ નાયક નામના બંને ભાઇનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જયારે વિનયસિંહને ઇજાઓ થતાં તેઓને 108ની મદદથી દહેગામ સરકારી દવાખાને મોકલી અપાયા બાદ ગાંધીનગર અને ત્યાંથી અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા