તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • જામનગરમાં વાયુસેનાનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવશે

જામનગરમાં વાયુસેનાનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયનએર ફોર્સમાં શ્રેષ્ઠ યુનિટ તરીકેનું બિરુદ્દ પામેલા ગુજરાતના જામનગર સ્થિત બે એર ફોર્સ યુનિટનું રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે સન્માન કરવામાં આવશે. જામનગર ખાતે 4 માર્ચે રાષ્ટ્રપતિ બંને યુનિટને રાષ્ટ્રપતિ ચન્દ્રક અને ધ્વજ અર્પણ કરશે.

યુદ્ધ અને શાંતિના સમયમાં દેશની સરહદો પર તમામ પ્રકારના ખતરાનો સામનો કરીને દેશની સુરક્ષા માટે અમુલ્ય યોગદાન આપનારા યુનિટોને સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે. ગુજરાતના જામનગર સ્થિત બે યુનિટ 119 હેલીકોપ્ટર અને 28 ઉપસ્કરને પણ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે.એન્જલ ઓફ મર્સીના નામે જાણિતા 119 હેલીકોપ્ટર યુનિટની સ્થાપના 3 માર્ચ 1972માં થઇ હતી. યુનિટે અત્યાર સુધીમાં અનેક ઓપરેશન અને કુદરતી આપત્તીમાં પ્રશંસસનીય બચાવ કામગીરી કરી છે. જ્યારે 28 ઉપસ્કર ડેપોએ 62 વર્ષ પુરા કર્યા છે.

સાઉથ વેસ્ટ એર કમાન્ડના વડાએ કહ્યું કે 4 માર્ચે રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને અને ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી તથા મુખ્યમંત્ર આનંદીબહેન પટેલની હાજરીમાં ભવ્ય પરેડ સમારોહમાં બંને યુનિટનું સન્માન કરવામાં આવશે.

આગામી દિવસોમાં જામનગરમાં યોજાનાર ઇન્ડિયન એર ફોર્સ કાર્યક્રમની માહિતી એર ફોર્સના વડાએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...