તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પાટનગરમાં રક્ષિત વન વિસ્તારના દબાણો કાઢીને વૃક્ષારોપણ કરાશે

પાટનગરમાં રક્ષિત વન વિસ્તારના દબાણો કાઢીને વૃક્ષારોપણ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાંરોડ સાઇડની 10 ફૂટની જગ્યા વન વિભાગ હસ્તક આવેલી છે. વિભાગ દ્વારા હાલમાં વૃક્ષારોપણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં મોટા ભાગના વિસ્તારમાં શોપિંગ સેન્ટર તથા સ્કૂલ કોલેજ દ્વારા વન વિભાગની જગ્યામાં ગેરકાયદેસર રીતે પાર્કિગ બનાવી દેવામાં આવ્યું છે. રોડ નંબર અને 6 પરના તમામ દબાણો પર વન વિભાગ બુલડોજર ફેરવી નાખી વૃક્ષોનું વાવેતર કરી દેશે.

પાટનગરમાં રોડની બાજુમાં આવેલી વન વિભાગની જગ્યાઓમાં રોપા રોપવા માટે તારની ફેન્સિંગ કરાઇ છે અને વૃક્ષોનું વાવેતર કરાઇ રહ્યું છે.

હાલમાં વન વિભાગ દ્વારા પટ્ટી વાવેતરના ભાગરૂપે રક્ષિત વિસ્તારમાં રોપા રોપવાની કામગીરી કરાઇ રહી છે. શહેરમાં કામગીરીને લઇને કહી ખુશી કહીં ગમ પણ જોવા મળી રહ્યો છે. ફેન્સીંગ કામગીરી બંધ કરવા માટે રજૂઆતો કરાઇ રહી છે. જ્યારે નાગરિકો કામગીરીને લઇને ખુશી થઇ રહી છે.

વાવેતરને લઇને ફોરેસ્ટર ભરત દેસાઇએ કહ્યું કે ચાલુ વર્ષે 12 હેક્ટર રક્ષિત વિસ્તારમાં પટ્ટી વાવેતર કરવામાં આવનાર છે. જેના માટે રોડ નંબર 5 અને 6ના વિસ્તારમાં રોપા રોપવામાં આવશે.

જેના માટે વિભાગ દ્વારા હાલમાં ફેન્સીંગ કરવામાં આવી રહી છે. રોડની બાજુમાં કરવામાં આવેલા દબાણો પણ દુર કરી દેવામાં આવશે. પાકા અને કાચાં તમામ પ્રકારના દબાણો દુર કરી ત્યાં કાયમી રીતે ઝાડ ઉઘાડવામાં આવશે.

દબાણો હટાવવા શુ મોટા માથાને છાવરાશે?

વીવીઆઇપીનગરમાં અનેક ઇમાનદાર કર્મચારીઓ સિંઘમ સ્ટાઇલે કામ કરવા માંગતા હોય છે. પરંતુ ઉપરથી ફોન આવતા કર્મચારીને કાંતો બદલી નાખવામાં આવે છે અન્યથા તે દબાણો દુર કરવામાં જો ફોન નહી આવે તો ગાંધીનગર ફરીથી ગ્રીનસીટીનું બિરુદ્દ મેળવશે

વનવિભાગ શાળા કોલેજોના દબાણો હટાવશે ?

ગાંધીનગરનીસરકારી ખુલ્લી જગ્યામાં શાળા કોલેજો દ્વારા ગેરકાયદેસર પાર્કિગ બનાવી દેવામાં આવ્યા છે. બિલ્ડીંગ બનાવતી વખતે નકશામાં પાર્કિગની જગ્યા બતાવવામાં આવે છે. પરંતુ ત્યાં બિલ્ડીંગ અને બહાર પાર્કિગ બનાવી નાખે છે. શોપિંગની સામે ફેન્સીંગ કરવામાં આવી છે. વેપારીઓમાં રોષ જોવા મળે છે. શું ખરેખર વન વિભાગ દબાણો દુર કરી રોપાનું વાવેતર કરશે ?. તેવી નાગરિકોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...