તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાત્મા મંદિર માટે 14 કરોડની જોગવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માત્રગાંધીનગર શહેર માટે નહીં પરંતુ દેશકક્ષાનું નજરાણૂં બની ચૂકેલા સરકારના મહત્વાકાંક્ષી મહાત્મા મંદિર પ્રકલ્પ માટે સરકારના બજેટમાં વધુ 14 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આમ તો યોજના પૂર્ણ થવામાં હજૂ ઘણો સમય લાગવાનો છે. પરંતુ લગાતાર એક પછી એક બાબતે ચાલી રહેલા કામ દરમિયાન કોઇ આર્થિક અવરોધ આવે નહીં તેના માટે દરેક બજેટમાં વધારાના ખર્ચની જોગવાઇ કરાઇ રહી છે. હવે મંદિર સંકૂલમાં રાષ્ટ્રપિતાના જીવનની ઝાંખી કરાવતા સ્કલ્પચર્સ મૂકવામાં આવનાર છે. બીજી બાજુ ગિફ્ટ સિટીને ગાંધીનગર અને અમદાવાદ સાથે જોડવા માટે બ્રીજ અને રસ્તઓ માટે 21 કરોડ ફાળવવામાં આવ્યા છે. મહાત્મા મંદિર પ્રોજેક્ટની સાથે સોલ્ટ માઉન્ડ એટલે કે દાંડી કૂટિર મ્યુઝિયમ અને સ્વર્ણિમ પાર્ક સહિતની યોજનાઓને જોડી દેવામાં આવી છે. તેમાંથી મહાત્મા મંદિરની મુખ્ય બે ઇમારત અને દાંડી કૂટિરના બાંધકામ પૂર્ણ થઇ ગયા છે. સ્વર્ણિમ પાર્કનું કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે અને મહાત્મા મંદિરને દાડી કૂટિર સાથે જોડતા કેબલ સ્ટેડ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહાત્મા મંદિર પરિષર, સ્વર્ણિમ પાર્ક અને દાંડી કૂટિરમાં મહાત્મા ગાંધીનાં જીવન કવનને ઉજાગર કરતા વિવિધ શિલ્પ મૂકવા પર આગામી દિવસોમાં કામ કરવામાં આવશે. સમગ્ર આયોજન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યું છે. તેમની આખરી મંજૂરી મળી ગયા બાદ કામ થશે. ત્યારે સમગ્ર આયોજનમાં કોઇ આર્થિક અવરોધ આવે નહીં તેના માટે નાણામંત્રી સૌરભભાઇ પટેલે બજેટમાં ~ 14 કરોડની ખર્ચ જોગવાઇ કરી છે.

મહત્વાકાંક્ષી યોજનામાં હવે આગળ શું થશે

કુલ15 અબજના ખર્ચની યોજના અંતર્ગત આગામી દિવસોમાં સ્વર્ણિમ પાર્કને નિધાનસભાની પેલેપાર અને ત્યાર બાદ નદીના કાંઠા સુધી લંબાવવામાં આવનાર છે. પરંતુ પાટનગર યોજના વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા હાલ મહાત્મા મંદિર પરિષર પર ધ્યાન કેન્દ્રિત રાખવામાં આવ્યું છે. તેમાં આગળ જતાં ખ, ગ, અને દરેક માર્ગ પર 4 નંબરના સર્કલ નીચે અંડર બ્રિજ બાંધીને સ્વર્ણિમ પાર્કને સળંગ કરવાનો છે.

અન્ડરબ્રિજ, પંચામૃત ભવન બજેટમાંથી ગાયબ

મહાત્મામંદિર પ્રોજેક્ટમાં પંચામૃત ભવનનો સમાવેશ કરાયો હતો. જ્યાં સરકારે મેળવેલી સફળતાઓની યશગાથા આલેખવાની હતી. તેના માટે વિધાનસભાની પાછળ 21 હજાર જેટલા વૃક્ષો કાપવાની જાહેરાતના પગલે નગરવાસીઓએ છેડેલા આંદોલનના પગલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રોજેક્ટ પડતો મુકવાની સતાવાર જાહેરાત કરવી પડી હતી. બીજી બીજુ સ્વર્ણિમ પાર્ક સંબંધે વચ્ચેથી પસાર થતા દરેક માર્ગને અન્ડર ગ્રાઉન્ડ કરવાની યોજના છે. પરંતુ વખતના બજેટમાં ઉપરોક્ત બન્ને કામ લેવાયા નથી.

અન્ય સમાચારો પણ છે...