તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપોલો દુષ્કર્મકાંડ: પોલીસ બચાવની ભૂમિકામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસ તબીબનંુ નામ શોધી ના શકી !

ભાટમાંઆવેલી એપોલો હોસ્પિટલના એમઆઇસીયુ વોર્ડમાં રવિવારે સારવાર લેવા દાખલ થયેલી યુવતી ઉપર હોસ્પિટલના તબીબ અને સર્વન્ટ દ્વારા દુષ્કર્મ કરાયાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાઇ છે. પરંતુ એમઆઇસીયુમાં દુષ્કર્મનો બનાવ બન્યાના 24 કલાક કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં પોલીસે તેની સઘળી વિગતો સત્તાવાર રીતે જાહેર કરવાની બાબતે ઢીલું વલણ અપનાવ્યું હતું. એટલું નહીં પરંતુ આરોપીઓના નામ જાહેર કરવા બાબતે પણ કુલડીમાં ગોળ ભાંગ્યો હતો.

રવિવારે ડેન્ગ્યુની બિમારીને લઇને શહેરમાં રહેતી એક યુવતિ એપોલો હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ થઇ હતી. ત્યારે પ્રથમ સામાન્ય વોર્ડમાં રાખ્યા બાદ વધુ તબિયત લથડતા એમઆઇસીયુ વોર્ડમાં દાખલ કરાઇ હતી. વોર્ડમાં ફરજ બજાવતા ડૉ. રમેશ ભુરાલાલ ચૌહાણ અને સર્વન્ટ ચંદુ ઉર્ફે ચંન્દ્રકાન્ત ગોવિંદભાઇ વણકર દ્વારા તેની ઉપર રેપ કરવામાં આવ્યો હતો. બનાવને લઇને પીડિતાના પરિવારજનો દ્વારા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા હતાં. પરંતુ પોલીસે મામલાને ગંભીરતાથી લીધો હતો. ત્યારે પરિવારજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની વાત કરતા ફરિયાદ નોંધી હતી. મંગળવારે ફરિયાદ નોંધાયા બાદ પણ તપાસ કરતા અડાલજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે કે પંડ્યા ઢાંકપિછોડો કરતા હોય તેમ કંઇ કાંઢી શક્યા હતાં અને માત્ર તપાસ ચાલી રહી હોવાનુ રટણ કરી રહ્યા હતા. વારંવાર પુછપરછ કરવા છતા પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદનુ વર્ણન કરતા હતાં. બીજી તરફ સુત્રો પાસેથી દુષ્કર્મ કરનારના નામ સત્તાવાર રીતે જાહેર કરવાનું સતત ટાળતા હતા. એપોલો હોસ્પિટલના પીઆરઓ સંદિપ જોષીએ જણાવ્યું હતુ કે પોલીસ તપાસ કરી રહી છે અમે પુરતો સહયોગ આપી રહ્યા છીએ.જે હશે તે પોલીસ તપાસમાં સત્યતા બહાર આવશે.

ડેન્ગ્યુની સારવાર માટે આઇસીયુમાં દાખલ યુવતી પર વોર્ડમાં બે શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ હતુ

મનમાની|માત્ર તપાસના નામે ડીંડક ચલાવાયુ઼, આરોપીનુ નામ દબાવવાનો પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો