તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

38 વર્ષના સંઘર્ષમાં મહિલાએ સ્વિમીંગમા જીત્યા 70 મેડલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇચ્છાઓનીકોઇ ઉંમર હોતી નથી. જો મનમાં જુસ્સો અને કંઇક કામ કરવાની તમન્ના હોય તો કાર્યમાં સફળતા જરૂર મળે છે. શહેરમાં એવા ઓછી ગૃહિણીઓ હશે, જે ઘરકામ સિવાયના અન્ય કામમાં તથા રમત ગમત ક્ષેત્રે રૂચિ ધરાવતા હશે છે. મન હોય તો માળવે જવાય ઉક્તિને ગાંધીનગરનાં સેકટર 4માં રહેતા 50 વર્ષીય મેઘલબેન એરડાએ પૂર્ણ કરી છે. તેઓ ગૃહિણી, કર્મચારી અને ખેલાડીની ત્રેવડી જવાબદારી સાથે 1978થી સ્વીમીંગની નેશનલ અને ઇન્ટરનેશલ સ્પર્ધામાં ભાગ લઇને 38 વર્ષના સંઘર્ષ બાદ સ્વિમીંગની સ્પર્ધામાં 70 મેડલ જીત્યા છે.

મહિલાઓ શુ કામ કરે ! તે વાત સાંભળતા મન પર ગૃહિણીનું ચિત્ર સર્જાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે મહિલાઓ ઘર કામ અને પરિવારની જવાબદારીમાં વ્યસ્ત હોય છે. ત્યારે ગાંધીનગરના સેકટર 4ડીમાં રહેતા 50 વર્ષિય મેઘલ એરડા ઘરકામ અને નોકરી સાથે ધોરણ 8થી લઇને આજ દિન સુધી 38 વર્ષમાં અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ સ્વિમિંગ સ્પર્ધાઓમાં ભાગ લઇને 70 એવોર્ડ મેળવ્યા છે.

જે ઉંમરે નિવૃતીની લાઇફ જીવવાની હોય તે ઉમંરે શોખને પ્રાથમિકતા આપીને પોતાનું સંપૂર્ણ ધ્યાન લગાવીને મેઘલબહેને સતત જીતની બાજી મારી છે. સ્વિમીંગ કરવું મહિલાઓ માટે ખૂબજ કપરું છે ત્યારે મેઘલબહેને 17 કિલો મીટરની અતિ મુશ્કેલ ગણાતી દરિયાઇ તરણ સ્પર્ધામાં જીત હાંસલ કરીને ગોલ્ડ મેડલ મેળ્યો હતો.

ઘરકામ કરતી ગૃહિણીઓ માટે તેમને કહ્યુ હતું મહિલાઓ ઘરકામ પતાવીને બપોરે ઘરે ફ્રી હોય છે. પરંતુ નવરાશના સમયનો સદ્ઉપયોગ કરતા નથી. તેઓ ટીવી જોવા પાછળ ખોટો સમય વેડફે છે. તેની કરતાં ફ્રી સમયમાં રમત ગમત કે નાની-મોટી પ્રવૃતિઓ કરે તો ઘરે બેઠા આર્થિક ઉપાર્જન કરી શકે છે.

હાફ સેન્ચ્યુરીએ પહોંચેલા મેઘલબહેને તરણ સ્પર્ધામાં અનેક એવોર્ડ મેળવ્યા }ધાર્મિક ચૌહાણ

ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ,1 સિલ્વર મેડલ મેળવ્યા

ગુજરાતસરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભમાં સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. જેમાં મેઘલબહેને તેમની વયની કેટેગરીની તરણ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો સ્પર્ધામાં તેમણે બે ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ સાથે ટીમ ચેમ્પિયનની ટ્રોફી મેળવી હતી.

કેલીફોનિયમાં ગુજરાતનુપ્રતિનિધિત્વ કર્યુ

નેશલનગેમમાં એક પછી એક મેડલો જીત્યા ગયા બાદ તેમનું સિલેક્શન ઇન્ટરનેશન સ્વીંમીગ સ્પર્ધામાં થયુ હતું. તેમને 2006ની સાલમાં ઇન્ટરનેશનલ સ્વીમીંગ સ્પર્ધા માટે ગુજરાત તરફથી કેલીફોનિયા સ્વીમીંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમની સાથે ગુજરાતમાંથી 9 ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

શરીરના સ્વાસ્થ્ય માટે સ્વિમીંગમાં જોડાયા બાદ જીવન બદલાઇ ગયુ

જ્યારે મેઘલબહેન નાની વયના હતા ત્યારે ખુબજ બિમાર રહેતા હતાં. પિતાજીની નોકરી દિલ્લીમાં હતી સમયે શરીરનું સ્વાસ્થ્ય જળવાય તે માટે સ્વિમીંગ કરવાન સલાહ આપી હતી.આથી 1978ના એપ્રિલ મહિનામાં સ્વિમીંગ શીખવા માટે જોડાયા હતા.જેમ જેમ તરતા આવડતું ગયુ તેમ મેઘલબહેનનું સ્વાસ્થ્ય પણ સારૂ રહેતુ હતુ એને તરણમાં તેમની રૂચિ વધતી ગઇ અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યુ ત્યારથી આજ સુધી ક્યારેય પાછુ વાળીને જોયુ નથી.

અન્ય સમાચારો પણ છે...