તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલસીબીની ટીમને બાતમી મળતા સેકટર 19માં દરોડો પાડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલસીબીની ટીમને બાતમી મળતા સેકટર 19માં દરોડો પાડ્યોએશીયાકપ ટી-ટ્વેન્ટી ક્રિકેટ સીરીઝને લઇને જિલ્લામાં સટ્ટોડીયાઓ હાટડીઓ ખોલવા લાગ્યા છે. ત્યારે શનિવારે મીરપુરમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પર સેકટર 29માં સટ્ટો રમાતો હોવાની બાતમી ગાંધીનગર એલસીબીને મળી હતી. એલસીબીની ટીમે મોડી સાંજે બાતમીનાં આધારે દરોડો પાડીને સટ્ટો રમાડતા બે શખ્સોને રોકડ, સટ્ટાનાં સાધનો, મોબાઇલ્સ તથા ટીવી સાથે ઝડપી લીધા હતા.

એશિયાઇ દેશો વચ્ચે રમાઇ રહેલી એશિયા કપ ટી-ટ્વેન્ટી દરમિયાન સટ્ટોડીયાઓ પર નજર રાખવા પોલીસ સક્રિય બની છે. પોલીસ પોતાનાં ખાનગી બાતમીદારોને કામ લગાડીને દિશામાં નજર રાખી રહી છે. દરમિયાન શનિવારે રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પર સેકટર 19માં પ્લોટ નં 124/એમાં સટ્ટો રમાડાતો હોવાની બાતમી એલસીબી પીએસઆઇ વી યુ ગડરીયાને મળી હતી. જેના આધારે પીએસઆઇ ગડરીયાએ પોતાની ટીમનાં જવાનો કરણસિંહ, સંદિપકુમાર તથા વિક્રમભાઇને સાથે રાખીને બાતમીવાળા સ્થળે દરોડો પાડી સટ્ટો રમાડી રહેલા સાજીદખાન મહેબુબખાન પોલાદી તથા રવિ ઉર્ફે રજનીકાંત તુલસીભાઇ પટેલ (રહે બી/304,સત્યમેવ ફેમોસા, સરગાસણ)ને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઝડપી લીધા હતા. પોલીસે દરોડામાં સ્થળ પરથી રૂ. 3 હજારની કિંમતનાં 6 મોબાઇલ ફોન, રૂ.4100ની રોકડ, રૂ. 25600ની કિંમતનું એલઇડી ટીવી તથા સેટ-અપ બોક્ષ, રૂ. 1 લાખની કિંમતની એસેન્ટ કાર નં જીજે 18 એએમ 4640 તથા સટ્ટાનાં આંકડા લખેલું સાહિત્ય મળી કુલ રૂ. 1,32,700નો મુદામાલ કબજે કર્યો હતો. એલસીબીએ મુદામાલ સાથે આરોપીઓને સેકટર 21 પોલીસને સોપીને જુગારધારાની કલમ હેઠળ બંને સામે ફરીયાદ નોંધાવતા પીએસઆઇ બી જી યાદવે આગળની કાર્યુવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...