તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ‘સાયન્સ સ્પીક’ પર વ્યાખ્યાન યોજાયું

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ‘સાયન્સ સ્પીક’ પર વ્યાખ્યાન યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ‘સાયન્સ સ્પીક’ પર વ્યાખ્યાન યોજાયુંમહાનવિજ્ઞાની અને રામન કિરણોના શોધક ડૉ. સી વી રામનની યાદગીરી રૂપે સાયન્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત 28મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાય છે. જેના ભાગરૂપે સેકટર 30 સ્થિત સેન્ટ્રલ યુનિર્વસિટીમાં વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે ‘સાયન્સ સ્પિક’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરાયુ હતું. જેમાં સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સ અને સેન્ટ્રલ યુનિવર્સિટીના વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ભારત દેશના વિજ્ઞાનની શોધમાં મહત્વનો ફાળો આપના ડૉ. સી વી રામનને 1930માં તેમની શોધમાં નોબલ પારિતોષિત આપવામાં આવ્યો હતો. દિવસે તેમના કાર્યની યાદમાં સેકટર 30 સ્થિત કેન્દ્રિય વિદ્યાલયના હોલમાં સાયન્સ દિવસે અંતર્ગત સેમિનારનું આયોજન કરાયુ હતું. જેમાં સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સના ડીન માન સિંહે જણાવ્યુ હતું કે સેમિનારના માધ્યમથી યુવાનો નવા સંશોધનો વિશે જાણીને સમાજના માટે ઉપયોગી બનશે. સાયન્સના નવા સંશોધનો સમાજને કામે આવે તેવા હોવા જોઇએ. માટે યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા જોઇએ.

સેમિનારમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સમાજને કેવી રીતે ઉપયોગી નિવડે તેના વિશે માહિતી આપવામાં આવી હતી. સાયન્સ વિષય પર સેમિનારમાં ડીબેટ, ક્વિઝ અને વિજ્ઞાન પરના નાટકો અને પોસ્ટર પ્રેઝન્ટેશન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યુ હતું. પ્રસંગે આઇસીએસના પૂર્વ પ્રેસિજન્ડેન્ટ એસ સી અમીતા, વાઇસ ચાઇન્સિલર એસ બારી, પ્રો. જે પી એન મીસરા,ડૉ. રાજેશ સિંઘ અને ડૉ. ઉમેશ સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. સેમિનાર દરમિયાન યોજાયેલી કોમ્પિટીશનના વિજેતાઓને ઇનામ એનાયત કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...