ગળસુંઢાનાં રોગને ડામવા બે લાખ પશુઓને રસીકરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્યવિસ્તારોમાં ચોમાસાનાં દિવસોમાં વરસાદ બાદ મચ્છર, માખી, બેક્ટેરીયા તથા વાઇરસને અનુકુળ વાતાવરણ મળતા ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે પશુઓમાં પણ રોગનું પ્રમાણ વધવા સાથે કાર્યશક્તિ અને દુધ ઉત્પાદન ઘટવા લાગે છે. જેમાં ગળસુંઢાનો રોગ પશુ માટે ઘાતક છે. પશુઓનાં ગળામાં સોજો લાવીને બિમાર પાડીને મોતને ઘાટ ઉતારનાર રોગને ઉગતો ડામવા માટે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની ઝુંબેશ હાથ ધરીને જિલ્લામાં 2લાખી વધુ પશુઓને ગળસુંઢાની રસી આપવામાં આવી છે.

વ્યારા તાલુકામાં વર્ષ 2012માં કરંજવેલ તથા ઉચ્છલ તાલુકાનાં વદેખુદ ગામમાં ભેદી સંજોગોમાં 17 ભેસોનાં મોત થતા ચકચાર મચી ગઇ હતી. પશુપાલન વિભાગે સેમ્પલ મોકલાવતા ગળસુંઢાનાં કારણે ભેસોનાં મોત થયાનુ સામે આવ્યુ હતુ. ત્યારે જીવલેણ રોગ ચોમાસાનાં દિવસોમાં ગાંધીનગર જિલ્લામાં સામાન્ય છે. વરસાદ બાદ પશુઓમાં બેક્ટેરીયાનું પ્રમાણ વધાવા સાથે લીલા ઘાસ તથા ચારાનાં કારણે અનુકુળ વાતાવરણ મળે છે. જેના કારણે પશુઓનાં ગળામાં એચએચ બેક્ટેરીયા સક્રિય બને છે અને ગળામાં અંદરનાં ભાગે સોજો આવવા લાગે છે. પશુ ભારે તાવમાં પટકાય છે અને લાળ પડવા લાગે છે. જેમ બિમારી ગંભીર બને તેમ ગળાનો સોજો એટલો વધી જાય કે પશુ ખાઇ-પી કે શ્વાસ પણ લઇ શકતુ નથી અને આખરે મોતને ભેટે છે. ખાસ કરીને નાના પાડા તથા વાછરડામાં રોગ ઝડપથી પ્રસરવા લાગે છે. એક પશુને લાગે કે તેનાં બેક્ટેરીયા અન્ય પશુમાં સંક્રમીત થઇને પોતાનું કામ શરૂ કરી દે છે.

ત્યારે ગાંધીનગર જિલ્લામાં વરસાદ બાદ હાલનાં સંજોગોમાં ગળસુંઢાની શકયતા વધતા રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પશુ ચિકીત્ચકો દ્વારા માલધારીઓ તથા ખેડુતોનાં ઘરે ઘરે ફરીને ગળસુંઢાની રસી આપવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયું છે.

પશુઓ શ્વાસ લઇ શકતા મૃત્યુ પામે છે

અન્ય સમાચારો પણ છે...