• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • આતશબાજી કરી અહેમદ પટેલના વિજયને આવકારતું ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ

આતશબાજી કરી અહેમદ પટેલના વિજયને આવકારતું ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસનાદિગ્ગજ નેતા અહેમદ પટેલને હરાવવા ભાપજ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવાઇ હતી. બાપુના ખેમાના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામાં ધરી દીધા હતા. છતા અહેમદ પટેલની 44 મત સાથે રાજ્યસભા ચૂંટણીમાં જીત થતા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિજયી સરઘસ કાઢવામાં આવ્યુ હતુ અને ફટાકડા ફોડી જીતને વધાવી હતી. જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીએ કહ્યુ કે, વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ 125 સીટ ઉપર વિજયી બનશે તેવો સંકલ્પ લેવામાં આવ્યો છે.

રાજ્યસભાની ચૂંટણી મંગળવારે હતી, જેની ગણતરી 5 વાગે શરૂ કરવાની હતી. પરંતુ સમસ્યાઓ વધતા ચૂંટણીનુ પરિણામ આખરે બુધવારે 2 વાગ્યાની આસપાસ જાહેર કરાયુ હતુ. ભાજપ કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરો પરિણામ જાણવા ઉત્સુક હતા. ચૂંટણીમાં સૌથી વધારે ઉત્સુકતા કોંગ્રેસના અહેમદ પટેલના પરિણામને લઇને હતી, કારણ કે ભાજપ દ્વારા હરાવવા માટે તમામ પ્રયાસ કરાયા હતા. પરંતુ કોંગ્રેસના અહેમદ પટેલની જીત થતા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિજય મનાવવામાં આવ્યો હતો.

સર્કિટ હાઉસ ખાતે અહેમદ પટેલને વિજયની શુભેચ્છાઓ આપવા મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. જ્યારે સેક્ટર 22 કોંગ્રેસ કાર્યાલયે ફટાકડા ફોડીને વિજયને વધાવાયો હતો. 5 સુધી રેલી કાઢવામાં આવી હતી. પ્રમુખ સુર્યસિંહે કહ્યુ કે, ભાજપ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવામાં બાકી રાખવામાં આવી હતી. છતા અહેમદભાઇની જીત થતા અસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય થયો છે.

જિલ્લા કોંગ્રેસનાં આગેવાનોએ અહેમદ પટેલને શુભેચ્છા પાઠવી.

વિજય ઉન્માદ | 2017ની ચૂંટણીમાં 125 સીટનો વિજય લક્ષાંક મેળવવા સંકલ્પ લીધો

સર્કિટ હાઉસમાં પટેલને શુભેચ્છાઓ પાઠવી, સેક્ટર 22 કાર્યાલયે સમર્થકો ઉમટ્યા

અન્ય સમાચારો પણ છે...