• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ઇવેન્ટમાં રાજ્યની વિવિધ 40 ફાર્મસી કોલેજના 500 વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે

ઇવેન્ટમાં રાજ્યની વિવિધ 40 ફાર્મસી કોલેજના 500 વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કે. બી .ઇન્સ્ટિટ્યુટમાં આજથી બે દિવસીય ઇવેન્ટ એપોકેલિપ્સ શરૂ

કડીસર્વ વિશ્વ વિદ્યાલય સાથે સંકળાયેલી કે બી ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, સેકટર 23 ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાને નિખારવા માટે એપોકેલિપ્સનું આયોજન કરે છે. તા. 10 અને 11મી ઓગસ્ટે યોજાનાર બે દિવસીય ઇવેન્ટમાં રાજ્યની 40 ફાર્મસી કોલેજના 500 સ્ટુડન્ટ્સ ઉપસ્થિત રહેશે. જેમાં ફાર્મા મોડલીંગ, પોસ્ટર પ્રેઝન્ટેશન અને ફાર્માને લગતી વિવિધ ઇવેન્ટ યોજાશે. બે દિવસ બાદ વિજેતા કોલેજના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ટ્રોફી અને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવશે.

કોલેજના ડૉ. એસ એસ દેસપાંડે જણાવ્યું હતું કે, બે દિવસીય ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ પોતાની બૌદ્ધિક ક્ષમતાથી બનાવેલી વિવિધ દવાઓથી લઇને તેના મુલ્યાંકન સુધીના મોડેલ રજુ કરશે. તેમજ ફાર્મા એડ મેકિંગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દવા વેચવા અંગેની જાહેરાતો બનાવે છે અને ડ્રામા સ્વરૂપે રજુ કરે છે.

ઉપરાંત પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, માય સેલ્ફ મેડિસીન, કોર્પોરેટ વોક, ડિબેટ, ફાર્મા એડ, હન્ટ બુક અને ક્વીઝ ટ્રેઝર સહિતની 15 ઇવેન્ટ યોજાનાર છે. જ્યારે સાંજે સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં ડાન્સ, સ્કીટ, ડ્રામા ગાયકી અને મિમિક્રી સહિત આયોજન કરવામા આવ્યુ છે. કડી સર્વ વિશ્વ વિદ્યાલય સાથે સંકળાયેલી સંસ્થાંમાં કાર્યક્રમનું આયોજન થયુ છે.

અન્ય સમાચારો પણ છે...