• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સેકટર 28 જીઆઇડીસીમાં છાશવારે ઉભરાતી ગટર: ઉદ્યોગકારો પરેશાન

સેકટર 28 જીઆઇડીસીમાં છાશવારે ઉભરાતી ગટર: ઉદ્યોગકારો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુર્ગંધ અને ગંદકીથી તે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની દહેશત

સેકટર28માં આવેલા જીઆઇડીસીમાં ઘણા સમયથી ભયંકર દુર્ગંધ અને અસહ્ય ગંદકીથી ઉદ્યોગકારો પરેશાન થઇ ગયા છે. એસ્ટેટની ગટરો વારંવાર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે. પરિણામે રોગાચાળો ફેલાવાની દહેશત ફેલાઇ છે. જીઆઇડીસીમાં ઉભરાતી ગટરો અંગે ઉદ્યોગકારોએ એન્જીનીયરીંગ એસ્ટેટ એસોસિએશનને ફરિયાદ કરી છે. વારંવાર સફાઇ માટે માણસો બોલાવવા છતાં સમસ્યા દુર થઇ નથી. પાંચ વર્ષથી સરકારમાં રજુઆતો છતાં ઉકેલ આવતા રોષ જાગ્યો છે. તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇનની પાઇપોની ક્ષમતા વધારવામાં આવે તોજ સમસ્યા દુર થઇ શકે છે. તાત્કાલિક સમસ્યાનો ઉકેલવા ઉદ્યોગકારોએ માંગ કરી છે.

જીઆઇડીસી એન્જિનીંયરીંગ કોમ્પલેક્ષ એસોસિએસનના પ્રમુખ શૈલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સેકટર 28માં એન્જિનીયરીંગ એસ્ટેટની રચનાને 35 વર્ષ થઇ ગયા છે. શરૂઆતના વર્ષોમાં 25થી 30 ટકા ઉદ્યોગો કાર્યરત હતાં. તે સમયે કામનું પ્રમાણ ઓછુ રહેતું હતું. હાલ 250થી વધારે ઉદ્યોગો કાર્યરત છે. ધંધા ઉદ્યોગોના વિકાસના કારણે કામ કરનાર કારીગરો તથા હેલ્પરોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ત્યારે એન્જીનીયરીંગ એસ્ટેટને અડીને આવેલા આદિવાડા ગામમાંથી વર્ષોથી ગટરોમાં કચરો ઠલવાય છે. જેના કારણે લાઇનો ચોકઅપ થઇ ગઇ છે. જેથી એસ્ટેટની ગટરો વારંવાર ઉભરાવવાની ફરીયાદો ઉદ્યોગકારો તરફથી એસો.ને મળી રહી છે.

સમસ્યા માટે એસ્ટેટ તરફથી ગટરોની સફાઇ માટે માણસો બોલાવાય છે. પરંતુ સમસ્યાનું કોઇ નિરાકરણ આવતું નથી. છેલ્લા 1 વર્ષથી ગટરો ઉભરાવાના પ્રશ્નો વધી ગયા છે. ગટરોના ગંદા પાણી એસ્ટેટમાં ફરી વળે છે. દિવસો સુધી ભયંકર દુર્ગંધ અને ગંદકીના કારણે રોગચાળો ફેલાઇ શકે છે.

જીઆડીસી એસ્ટેટમાં ગટરના ગંદા પાણી ઉભરાવાથી વેપારીઓ પરેશાન થઇ ગયા છે. ગંદાપાણીનો નિકાલ આવે તેવી વેપારીઓએ માંગ કરી છે.

સફાઇ માટે માણસો બોલાવાય છે પણ સમસ્યા હલ થતી નથી

અન્ય સમાચારો પણ છે...