• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • 14 મહિલા વિલેજ કો ઓર્ડિનેટને નિમણુંકપત્રો અેનાયત કરાયા

14 મહિલા વિલેજ કો-ઓર્ડિનેટને નિમણુંકપત્રો અેનાયત કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપા દ્વારા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી

ગાંધીનગર જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત નારી સંરક્ષણ ગૃહ, સેકટર 12 ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર જિલ્લા કલેકટર સતીશ પટેલના હસ્તે 10 ગામની 14 મહિલાઓને વિલેજ કો-ઓર્ડિનેટર તરીકેના નિમણુંક પત્રો આપવામાં આવ્યાં હતાં. તેમજ 10 વિધવા મહિલાઓને સિલાઇ મશીન આપવામાં આવ્યાં હતાં.

પ્રસંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સમાજ અને પરિવારના વિકાસ માટે મહિલાઓમાં શિક્ષણ ખૂબ જરૂરી છે. રાજય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો ઉપયોગ કરવો જોઇએ. નારી સંરક્ષણ ગૃહમાં યોજાયેલ કાર્યક્રમમાં વીસીએચએસ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના છાલા, ખોરજ, ચરાડા, માણેકપુર, રિદ્રોલ, સાંતેજ, પલિયડ, પાનસર, વેડા અને બાલવા ગામ ખાતે 14 મહિલાઓની વિલેજ કો-ઓર્ડિનેટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમજ એક મહિનાની સીવણની તાલીમ લેનાર 10 બહેનોને સિલાઇ મશીન આપવામાં આવ્યાં હતાં.આ દરમિયાન કલેકટરે સેકટર 12માં આવેલા નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી હતી.

સેકટર 12 ખાતે જિલ્લાના 10 ગામની 14 મહિલા વિલેજ કો-ઓર્ડિનેટરને કલેક્ટરના હસ્તે નિમણુંક પત્રો અપાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...