તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધી જયંતિએ સિવિલ હોસ્પિ.માં જેનરિક દવાનો સ્ટોર ખુલ્લો મુકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધી જયંતિએ સિવિલ હોસ્પિ.માં જેનરિક દવાનો સ્ટોર ખુલ્લો મુકશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરસિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે સિવિલ કંપાઉન્ડમાં જેનરીક દવાનો સ્ટોર ખોલવામાં આવશે. આગામી ગાંધી જયંતિના રોજ સ્ટોરને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. બે દિવસ પહેલા આઇપીએસ વિપુલ મિત્રા કામગીરીની સમીક્ષા કરી હતી. દર્દીઓને સારી અને સસ્તી મેડીસીન મળે તે હેતુથી દવાનો સ્ટોર ખુલશે. જેનરીક દવાને લઇને સરકારી કર્મચારીઓને અગાઉ સમસ્યા થતી હતી, ત્યારે તેનુ નિરાકરણ આવી જશે.

પાટનગરની સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગની દવાઓ અંદરથી પ્રાપ્ત થતી નથી. જ્યારે હાલમાં પણ બહારની દવાઓ લખી આપવામાં આવતી હોવાની બૂમો પડે છે. જ્યારે ખાનગી મેડીકલોમાં મળતી જેનરીક દવાઓ ખુબ મોંઘી મળતી હોવાથી સામાન્ય ઘરના દર્દીઓને હાલાકી વેઠવી પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં જેનરીક દવાનો સ્ટોર ખોલવા માટેની કવાયત એક મહિના પહેલા હાથ ધરાઇ હતી અને આરોગ્ય કમિશ્નર રૂબરૂ જગ્યા જોઇ ગયા હતાં. જુની જુસિકાની ઓફિસવાળી દુકાનો અને તેના પાછળ આવેલી જગ્યા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ત્યારે આગામી 2જી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટોરને ખુલ્લો મુકશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

સિવિલમાં હાલમા 523 પ્રકારની મેડીસીન રાખવામાં આવે છે. પરંતું ક્યારેક એવુ બનતુ હોય છેકે દર્દીને જરૂરી દવાનો સ્ટોક પુરો થઇ ગયો હોય. ત્યારે દર્દીને બહારની ખાનગી મેડીકલમાંથી મોંઘા ભાવે દવાઓ ના ખરીદવી પડે તે માટે જેનરીક સ્ટોર ખોલવામાં આવશે.

દવાઓ ગુજરાત મેડીકલ સપ્લાયર્સ કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવશે. પ્રાઇવેટ પાર્ટનરશીપ કરીને દર્દીઓ માટે સુવિધા ઉભી કરાશે. સિવિલમા જેનરીક દવાઓને લઇને સરકારી તથા નિવૃત સરકારી કર્મચારીઓને ખુબ હાલાકી વેઠવી પડી રહી છે. સિવિલમા સ્ટોર ખુલી જતા સમસ્યાનો અંત પણ આવશે.

દવાને લઇને થતી સમસ્યાઓનું નિરાકરણ આવશે

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સુવિધા શરૂ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો