તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ બાઇક સાથે રીઢા બાઇક ચોરની ધરપકડ કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરઅને જિલ્લામાં તસ્કરોનો આતંક છે ત્યારે રેન્જ આરઆર સેલ દ્વારા પેટ્રોલીંગ કરાઇ રહ્યું છે. ત્યારે સેલના પીએસઆલ વી યુ ગડરિયા અને ટીમના માણસો કટોસણથી બેચરાજી રોડ પર પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. તે દરમિયાન એએસઆઇ સરવરખાનને બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીનુ બાઇક લઇને પસાર થઇ રહ્યો છે. વોચ ગોઠવતા સંજય સનુભા ઝાલા (રહે. કટોસણ, પૂંજાભાનો માઢ) મોટર સાયકલ નંબર જીજે 02 બીએફ 1908 લઇને પસાર થઇ રહ્યો હતો. પોલીસની ટીમે ઉભો રાખીને બાઇકના કાગળિયા સહિતની પુસતાસ કરી હતી. પરંતુ કોઇ દસ્તાવેજ બતાવ્યા હતાં અને ચોરીનુ હોવાનુ જણાઇ આવ્યું હતુ. વધુ તપાસ કરતા અન્ય બે બાઇક જીજે 02 એએસ 5890 તથા જીજે 23 આર 7571ને કડી અને આણંદ વિસ્તારમાંથી કબુલ્યું હતું. આરોપીઓ બાઇકનો નંબર બદલીને વાહનો ચલાવતા હતાં. જેથી પોલીસની નજરમાં આવી જવાય. પરંતુ રેન્જની ટીમના હાથમાં આવી ગયા હતાં. આરોપીની પાસેથી ત્રણેય બાઇકને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો